– કતારનું માનવું છે કે હમાસના પ્રતિદ્વંદી આતંકી જૂથ પેલેસ્ટાઇનની ઇસ્લામિક જેહાદે કહ્યું હતું કે તેણે ૩૦ ઇઝરાયેલીઓને બંધક કર્યા છે તે સાથે તે મેળ ખાય છે
યેરૂશલેમ : ઇઝરાયલ- હમાસ યુદ્ધના સીઝફાયર દરમિયાન બંને પક્ષો બંધકોને મુક્ત કરી રહ્યા છે.તે વચ્ચે ઇઝરાયલી બંધકો અંગે ચોંકાવનારી માહિતી મળી છે.વાસ્તવમાં હમાસ આતંકીઓએ ૭ ઓક્ટોબરે ઇઝરાયલ ઉપર અચાનક જ હુમલો કર્યો હતો તે દરમિયાન ૨૪૦ લોકોને બંધક બનાવ્યા હતા પરંતુ હવે કટાર જ કહે છે કે, તે બંધકો પૈકી ૪૦ મહિલાઓ અને બાળકો લાપતા છે.તેઓ હમાસ પાસે નથી.આ નિવેદનથી હલચલ મચી ગઈ છે બંને વચ્ચે ફરી યુદ્ધ જામી પડવાની શક્યતા વધી ગઈ છે.
ઇઝરાયલ- હમાસ મંત્રણામાં કટાર મધ્યસ્થીની ભૂમિકા નિભાવે છે કારણ કે વડાપ્રધાને જ ફાયનાનસ્યલ ટાઇમ્સને જણાવ્યું હતું કે, હમાસ પાસે બંધક રખાયેલા મહિલાઓ અને બાળકો પૈકી ૪૦ વિષે કોઈ માહિતી જ નથી.આ માટે હમાસે અન્ય આતંકી જૂથ ‘પેલેસ્ટાઇન ઇસ્લામિક જિહાદ’ ઉપર આક્ષેપ મૂકે છે તે જૂથે જ જણાવ્યું હતું કે, તેણે ૩૦ ઇઝરાયલીઓને બંધક બનાવી રાખ્યા છે તેના આ નિવેદન સાથે વર્તમાન પરિસ્થિતિનો મેળ ખાય છે. છતાં જાણકારો કહે છે કે હજી ચિત્ર ઘણું જ અસ્પષ્ટ છે.
ઉલ્લેખનીય છે કે, હમાસ અને ઇસ્લામિક જેહાદ વચ્ચે મનમેળ નથી.કાઉન્ટર એ હિસ્ટ્રીમીઝમ પ્રોજેક્ટના સિનિયર ડાયરેક્ટર હાન્સ,જેકબ શિંડકાર તે પ્રોજેક્ટની એટલાંટિક થિન્ક ટેન્ક સંભાળે છે તેમણે કહ્યું હતું કે, ૭ ઓક્ટોબરે થયેલા હુમલામાં એકલું હમાસ જ ન હતું અન્ય આતંકી જૂથ પણ હોવા સંભવ છે.એક એક્સપર્ટે કહ્યું હતું કે, ‘ગાઝામાં માનવ તસ્કરી તો દાયકાઓથી ચાલી રહી છે તેનું સંપૂર્ણ નેટવર્ક છે તે બંધકોના ગુમ થવા પાછળ હમાસ નહિ તો ઇસ્લામિક જેહાદનો હાથ હશે’
તે જે હોય તે પરંતુ હવે યુદ્ધ ફાટી નીકળવાની પૂરી શક્યતા છે,શાંતિ મંત્રણા અભરાઈએ ચડાવી દેવાશે.