– ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં બંને પક્ષના 16000 લોકો માર્યા ગયા
Israel-Hamas War : ઈઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત 7 ઓક્ટોબરના રોજ થઈ હતી. 7 ઓક્ટોબરના રોજ હમાસના લડાકુઓએ ઈઝરાયેલમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો.હમાસના લડાકુઓએ માત્ર ઈઝરાયેલ પર હુમલો જ ન કર્યો પરંતુ લોકોની હત્યા પણ કરી નાખી અને તેઓનું અપહરણ કરીને તેમને ગાઝા પટ્ટી લઈને ચાલ્યા ગયા હતા.ગાઝા પટ્ટી એ સ્થળ છે જ્યાં હમાસનું કંટ્રોલ છે.બીજી તરફ ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરતા ગાઝાપટ્ટીમાં જોરદાર બોમ્બમારો કર્યો હતો.જેના કારણે સમગ્ર વિસ્તાર ખંડેર બની ચૂક્યો છે.આ જ કારણ છે કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને 21મી સદીનું સૌથી ભીષણ યુદ્ધમાંથી એક કહેવામાં આવી રહ્યું છે.આ યુદ્ધમાં એટલા મોટા પાયે જાનહાનિ થઈ છે કે, તેની કલ્પના પણ નહોતી કરી.ભલે 4 દિવસમાં યુદ્ધ વિરામના કારણે શાંતિ છે પરંતુ તેમ છતાં યુદ્ધના કારણે થયેલા નુકશાને માનવીય સંકટ ઊભો કરી દીધો છે.હોસ્પિટલો જર્જરિત બની ગઈ છે અને લોકોને ખાવા-પીવાના ફાંફા પડી રહ્યા છે.સાત સપ્તાહના યુદ્ધમાં વચ્ચે-વચ્ચે માનવતાવાદી સહાય પણ મોકલવામાં આવી રહી છે.
યુદ્ધમાં કેટલા લોકોના થયા મૃત્યુ
ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઈઝરાયેલના બોમ્બમારાથી 14,800 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે.જેમાં 6000 બાળકો અને 4000 મહિલાઓનો સમાવેશ થાય છે.ઈઝરાયેલે કહ્યું છે કે 7 ઓક્ટોબરે થયેલા હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા એટલે કે બંને પક્ષના 16000 લોકો માર્યા ગયા છે.સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે એક નિવેદનમાં કહ્યું કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 અઠવાડિયાથી ચાલી રહેલ યુદ્ધે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે, જે દુનિયાને ચોંકાવી રહ્યું છે.
ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઈઝરાયેલના બોમ્બમારાથી 14,800 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે.જેમાં 6000 બાળકો અને 4000 મહિલાઓ સામેલ છે.ઈઝરાયેલે કહ્યું છે કે 7 ઓક્ટોબરે થયેલા હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા એટલે કે બંને પક્ષના 16000 લોકો માર્યા ગયા છે.સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે એક નિવેદનમાં કહ્યું કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 અઠવાડિયાથી ચાલી રહેલ યુદ્ધે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધુ છે.જેનાથી દુનિયાન હેરાન રહી ગઈ છે.
21મી સદીની સૌથી ભીષણ જંગ કેમ છે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ?
અમેરિકાના નેતૃત્વમાં 21મી સદીમાં ઈરાક,સીરિયા અને અફઘાનિસ્તાનમાં થયેલા યુદ્ધોમાં જેટલા ઝડપથી લોકો નહોતા માર્યા ગયા એટલા ઝડપથી લોકો ગાઝામાંમૃત્યુ પામી રહ્યા છે.ઈરાકમાં 2003ના યુદ્ધમાં 12,000 લોકો માર્યા ગયા હતા.જ્યારે સીરિયાના શહેર રક્કાને ઈસ્લામિક સ્ટેટથી મુક્ત કરાવવા માટે અમેરિકાની આગેવાની હેઠળ જૂન અને ઓક્ટોબર 2017માં અભિયાન ચલાવવામાં આવ્યું ત્યારે માત્ર 1600 લોકો માર્યા ગયા હતા.
ઈઝરાયેલે ગાઝામાં ચલાવવામાં આવી રહેલા ઓપરેશનની તુલના ઈરાકના મોસુલ શહેર સાથે ઈસ્લામિક સ્ટેટને ખતમ કરવા સાથે કરી છે.અમેરિકાએ ઈઝરાયલને આવું કરવા સામે ચેતવણી પણ આપી છે.મોસુલમાં નવ મહિના સુધી ચાલેલા યુદ્ધમાં 9,000 થી 11,000 લોકોના મોત થયા હતા જ્યારે ગાઝામાં છેલ્લા સાત સપ્તાહમાં લગભગ 15,000 લોકો માર્યા ગયા છે.આ દર્શાવે છે કે ગાઝામાં લોકો કેટલી ઝડપથી પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે.ગાઝામાં અત્યાર સુધીમાં 6000 પેલેસ્ટિનિયન બાળકોના મોત થઈ ચૂક્યા છે.છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ અને આંતરિક સંઘર્ષના કારણે મૃત્યુ પામનારા બાળકોની સંખ્યાની તુલનામાં ગાઝામાં જીવ ગુમાવનારા બાળકોની સંખ્યા બમણી છે.ગત વર્ષે વિશ્વના પ્રમુખ સંઘર્ષોમાં 2,985 બાળકો માર્યા ગયા હતા જ્યારે એકલા ગાઝામાં જ 6000 બાળકોના મોત થઈ ચૂક્યા છે.હમાસના ટોપના કમાન્ડર્સ,રાજકીય નેતાઓ મળી અંદાજિત 5500 કરતા વધુ આતંકવાદીઓ ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા હોવાનો સ્થાનિક મિડિયાએ દાવો કર્યો છે.હમાસ તરફે ભારે ખાનખુંવારી સર્જાયા બાદ હમાસે યુદ્ધવિરામ સંધિ હેઠળ ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવાના શરુ કર્યા છે.આ સંધિ છ દિવસ સુધી ચાલશે તેમજ પેલેસ્ટાઇનના 14 હજાર કરતા વધુ નાગરિકો માર્યા ગયા છે.