હમાસના સહ સંસ્થાપક હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે ઈઝરાયેલને અપીલ કરી છે કે, જો હમાસ દ્વારા તમામ બંધકોને છોડવામાં ના આવે તો તેના તમામ નેતાઓને મારી નાંખો અને મારા પિતાને પણ ના છોડતા.મોસાબે સોશિયલ મીડિયા પર એક વિડિયો રિલિઝ કરીને કહ્યુ છે કે, ઈઝરાયેલે હમાસ સાથે કોઈ જાતનુ સમાધાન કરવુ જોઈએ નહીં.હમાસના નેતાઓની હત્યા અને બંધક બનાવાયેલા લોકોની મુક્તિ થશે તો જો હમાસની હાર થશે.હમાસ અત્યારે જે યુધ્ધ લડી રહ્યુ છે તે માનવતાની વિરુધ્ધ છે.
10 મિનિટના વિડિયોમાં મોસાબે કહ્યુ હતુ કે, હમાસ બંધકોની મુક્તિના બદલામાં ઈઝરાયેલની જેલમાં પૂરાયેલા હત્યારાઓને છોડાવવા માંગે છે.આ હત્યારાઓ મુક્ત થઈને ફરી નિર્દોષ લોકોની હત્યા કરશે.તેમને છોડવામાં આવશે તો નિર્દોષ લોકો જીવ ગુમાવશે તે નક્કી છે.મોસાબે આગળ ક્હયુ હતુ કે, ઈઝરાયેલે બંધકોને છોડાવવાના મિશન કરતા વધારે મહત્વ હમાસને ખતમ કરવાના કામને આપવુ જોઈએ.હમાસના કમાન્ડર ઈબ્રાહિમ હમીદ તેમજ અબ્દુલ્લા બરગોટીને ઈઝરાયેલે મોતની સજા આપવી જોઈએ.સાથે સાથે ઈઝરાયેલે હમાસને 6 મહિનાનો સમય બંધકોને મુક્ત કરવા માટે આપવો જોઈએ અને જો હમાસ બંધકોને ના છોડે તો ઈઝરાયેલે પોતાની જેલમાં બંધ હમાસના ટોપ કમાન્ડરોને ફાંસી આપી દેવી જોઈએ.જેમાં મારા પિતા પણ સામેલ છે. મેં 15 વર્ષ પહેલા મારા પિતાનો જીવ બચાવીને ભૂલ કરી હતી.