સુરતના ડાયમંડ બુર્સ ખાતે અમુલ આઈસ લોન્જ અને અમુલ સુમુલ પાર્લર એન્ડ કાફેનું ઉદ્દઘાટન કરાયું

198

સુરત : આજ રોજ તારીખ: 11/12/2023 ને સોમવારના રોજ સુરતના ડાયમંડ બુર્સ ખાતે G ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આવેલ દુકાન નં G-003,G-004,G-005 તેમજ G-008 માં સુમુલ ડેરી અને અમુલ(GCMMF) દ્વારા “અમુલ આઈસ લોન્જ” તેમજ “અમુલ સુમુલ પાર્લર એન્ડ કાફે” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.હીરાનગરીમાં સુરત ડાયમંડ બુર્સ કે જે આખી દુનિયામાં સૌથી મોટી ઓફિસ સ્પેસ તરીકે સ્થાન ધરાવે છે.ડાયમંડ બુર્સમાં કુલ અંદાજિત 67 લાખ સ્કવેર ફૂટ ફ્લોર ઓફિસ સ્પેસ છે,જેમાં અંદાજિત 4500 જેટલી ઓફિસો કાર્યરત થશે.

આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ ,વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક,અમુલ (GCMMF) ના એમડી જયેન મહેતા,સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત,સુમુલ ડેરી નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા હતા.આ વિશેષ પ્રસંગ નિમિતે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.સંદીપભાઈ દેસાઈએ આ પ્રસંગે સમગ્ર સુમુલ ડેરીના વહીવટી તંત્ર,સ્ટાફ અને સુમુલના ચેરમેન,ડિરેક્ટર્સ અને એમડી સહિતના તમામને આ નવીન પ્રોજેક્ટને લઇ શુભકામના પાઠવી હતી.તેમજ સહકારી ક્ષેત્રે સુમુલ જે વિકાસની હરણફાળ ભરી રહયું છે તેને બિરદાવી હતી.

“અમુલ આઈસ લોન્જ” કે જેમાં અમૂલના પ્રીમિયમ આઈસ્ક્રીમ મળશે જેમાં દેશ વિદેશમાં પ્રખ્યાત એવા આઈસ્ક્રીમ જેવા કે ટર્કીશ કોફી,સ્પેનિશ ટેન્ગો,જમૈકન ટોટો,સુગરફ્રી સ્પેનિશ સેફ્રોન,બેલ્જિયમ ચોકલેટ,કેલિફોર્નિયાન સ્લો-ચર્ન,બટર પીકન,ક્રીમી કેરેમલ,ઇંગલિશ એપલ,ઈરાની કુલ્ફી,ઇટાલિયન ફઝ જેવા ફ્લેવર્સના આઈસ્ક્રીમ સર્વ કરવામાં આવશે.તેમજ “અમુલ-સુમુલ પાર્લર એન્ડ કાફે” શરૂ કરવામાં આવેલ છે,જેમા અમુલ-સુમુલના વિવિધ પ્રોડક્ટ જેવા કે ડેરી,બેકરી,ફ્રોઝન સ્નેક્સ તેમજ ઇન્ટરનેશનલ ફૂડ અને બેવરેજીસની વાઈડ રેન્જ ઉપલબ્ધ રહેશે.જેમ કે હેલ્ધી wraps, સેન્ડવીચીસ,ફ્રેશ પાસ્તા,મોકટેલ,સ્મૂથીસ,કોફી તેમજ નવીન જાતના સલાડસ જે સુરતમાં ફર્સ્ટ ટાઈમ બનાવવામાં આવશે.

ડાયમંડ બુર્સમાં કામ કરતા વિવિધ હીરા વેપારીઓ,કર્મચારીઓ,ડાયમંડ બુર્સમાં આવનાર વિઝીટર્સ તેમજ વિદેશથી આવતા ડેલીગેટ્સને હેલ્ધી અને શુદ્ધ ફૂડ અને ફૂડ પ્રોડક્ટ્સ મળી રહે તે હેતુથી “અમુલ આઈસ લોન્જ” તેમજ “અમુલ-સુમુલ પાર્લર એન્ડ કાફે” ચાલુ કરવામાં આવ્યું છે.

Share Now