પ્રભુ શ્રી રામની પિતાંબર, સુવર્ણ આભૂષણ, હાથમાં કોદંડ અને તીર સાથેની મૂર્તિના દર્શન

68

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો છે.રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ ગયા છે અને તેમની પહેલી તસવીર સામે આવી છે.તસવીરમાં રામલલાના માથા પર સુવર્ણમુકુટ છે અને ગળામાં હીરા-મોતીના હાર છે.આ સિવાય કાનોમાં કુંડલ સુશોભિત છે.હાથમાં સુવર્ણ ધનુષ-બાણ છે,રામલલા પીળી ધોતી પહેરેલા નજરે આવી રહ્યા છે.

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ગર્ભગૃહમાં વડાપ્રધઆન નરેન્દ્ર મોદીએ રામલલાની પૂજા-અર્ચના કરી અને ત્યારબાદ મૂર્તિનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું.ત્યારબાદ વડાપ્રધાન મોદીએ રામલલાની આરતી ઉતારી અને આ દરમિયાન ગર્ભગૃહમાં મુખ્યમંત્રી યોગી,રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત હાજર રહ્યા.

બાલક રામલલાનું સ્વરૂપ

ગ્રાઉન્ડ ફ્લોર પર મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન રામના બાળ સ્વરૂપ (શ્રી રામલલાની મૂર્તિ)ને રાખવામાં આવી છે.ભગવાનનું બાળ સ્વરૂપ ખૂબ જ આરાધ્ય અને અનન્ય છે.તેજસ્વી ચહેરા અને હાથમાં ધનુષ અને તીર સાથે બાળ સ્વરૂપમાં રામલલા દરેકના હૃદયને મોહિત કરી રહ્યા છે.ભગવાનની મૂર્તિની કારીગરી ખૂબ જ અનોખી રીતે કરવામાં આવી છે.ભગવાન શ્રી રામના મસ્તક પાસે સૂર્ય,સ્વસ્તિક,ઓમ,ગદા અને ચક્ર કોતરેલા છે.ભગવાન વિષ્ણુની સાથે તેમના 10 અવતાર મત્સ્ય,કૂર્મ,વરાહ,નરસિંહ, વામન,પરશુરામ,રામ,કૃષ્ણ,બુદ્ધ અને કલ્કિ પણ જોવા મળશે.મૂર્તિ ઘાટા રંગના કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે.આ પ્રતિમા એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે,એટલે કે તેમાં અન્ય કોઈ પથ્થર ઉમેરવામાં આવ્યા નથી.ભગવાનની આ મૂર્તિ વોટરપ્રૂફ છે.મતલબ કે મૂર્તિને પાણીથી નુકસાન નહીં થાય.રોલી અને ચંદન લગાવવાથી પણ રામલલાની મૂર્તિની ચમક પર અસર નહીં થાય.મૂર્તિની નીચેની સપાટી પર,એક તરફ હનુમાનજી અને બીજી બાજુ ગરુડ દેવ જોઈ શકાય છે.કાળા રંગથી બનેલી રામલલાની મૂર્તિનું આયુષ્ય હજારો વર્ષ માનવામાં આવે છે કારણ કે કાળા શિલા પથ્થર વર્ષો સુધી સારી સ્થિતિમાં રહે છે.ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.પ્રતિમાને 4.24 ફૂટ ઉંચી બનાવવામાં આવી છે.રામલલાની મૂર્તિ 3 ફૂટ પહોળી છે,જેનું વજન આશરે 200 કિલો છે.રામલલાની મૂર્તિમાં પાંચ વર્ષના બાળકની આરાધ્ય ઝલક દેખાય છે,ડાબા હાથને ધનુષ અને તીર અને જમણો હાથ આશીર્વાદની મુદ્રામાં બતાવવામાં આવ્યો છે.

Share Now