2-01-2024 કોઈ તારીખ નથી, એક નવા કાલચક્રનો પ્રારંભ છે : PM મોદી

78

– પીએમ મોદીએ રામ લલ્લાના અભિષેક બાદ તમામ અતિથિઓને સંબોધ્યા હતા
– પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું
– વડાપ્રધાન મોદી અને RSS સુપ્રીમો મોહન ભાગવતે ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના કરી

અયોધ્યા, 22 જાન્યુઆરી: અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થયા છે.આ અવસરે પીએમ મોદીએ ઉપસ્થિત તમામ અતિથિઓને સંબોધિત કર્યા હતા.તેમણે કહ્યું કે 22 જાન્યુઆરી 2024 કોઈ તારીખ નથી,એક નવા કાલચક્રનો પ્રારંભ છે. આ સમય સામાન્ય નથી,આ કાલચક્ર ઉપર અંકિત થઈ રહેલી અમીટ રેખાઓ છે.તેમણે કહ્યું કે, હું આજે પ્રભુ શ્રી રામ પાસે ક્ષમા માંગુ છું કે અમારી તપસ્યામાં,અમારા પ્રયાસોમાં કોઈ તો ખોટ રહી હશે કે અમે આટલો સમય આ કાર્ય પૂર્ણ નહોતા કરી શક્યા.રામ લલ્લાના અભિષેક બાદ પીએમ મોદીએ જણાવ્યું કે, ન્યાયતંત્રનો આભાર માનું છું કે જેમણે ન્યાયની લાજ રાખી.

ભગવાન શ્રીરામના નેત્રો પરથી પાટા દૂર થયા છે.મંત્રમુગ્ધ કરી દેતી તસવીર બહાર આવી છે. PM મોદી આરતી ઉતારી ભાવુક થઈ ગયા હતા.રામ મંદિરમાં આજે યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કર્યો છે.તેથી હજારો ક્વિન્ટલ ફૂલોથી અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.રામલલાના શ્રી વિગ્રહના પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક વિધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિર પહોંચ્યા હતા અને PM મોદીએ હાથમાં ચાંદીનું છત્ર લઈને રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો.વડાપ્રધાન મોદી અને RSS સુપ્રીમો મોહન ભાગવતે ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના કરી હતી. યુપીના સીએમ યોગી આદિત્યનાથ,સંત સમાજ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત છે.

ગર્ભગૃહ નજીક રંગમંડપમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,મહંત નૃત્ય ગોપાલદાસજી તથા રામ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે.કાશીના સુનિલ શાસ્ત્રીજી મોદીને સંકલ્પ કરાવી રહ્યા છે.રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પીએમ બપોરે 1 વાગે જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.બપોરે લગભગ 2:15 વાગ્યે તેઓ શ્રી રામ મંદિર સંકુલમાં સ્થિત કુબેર ટીલા પર આવેલા શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે.લગભગ 4 કલાક 35 મિનિટના કાર્યક્રમ બાદ તેઓ બપોરે 3 વાગે દિલ્હી પરત ફરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અયોધ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા.ત્યારબાદ તેઓએ સરયૂ નદીમાં સ્નાન કર્યું હતું.જે બાદ નવા રામ મંદિર ખાતે પહોંચ્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠાની પૂજામાં કરી હતી.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો હવાઈ નજારો જોવા મળ્યો હતો.

Share Now