દેશના અનેક વિસ્તારોમાં લૉકડાઉન જેવો માહોલ ! અયોધ્યા જ નહીં, પરંતુ વિશ્વભરમાં ‘જય શ્રી રામ’ નો નારા ગુંજી ઉઠ્યા

76

દુનિયાભરના લોકો એક -બે નહીં પરંતુ છેલ્લા 500 વર્ષથી રાહ જેની જોઈ રહ્યા હતા, આખરે તે ઘડીનો ઘડી આવી ગઈ.આજે સોમવારે બપોરે 12 કલાક 29 મિનિટ પર અભિજીત મુહુર્તમાં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ગઈ.રામ મંદિર ફરી અસ્તિત્વમાં આવતા દેશ- વિદેશમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો.માત્ર અયોધ્યા જ નહીં,પરંતુ વિશ્વભરમાં ‘જય શ્રી રામ’ નો નારા ગુંજી ઉઠ્યા હતા.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમયે દેશ જાણે થોડા સમય માટે ઉભો રહી ગયો હોય તેમ લાગી રહ્યું હતું.દિલ્હી -એનસીઆરમાં દોડતી- ભાગતી જીંદગીમાં કેટલીક પળો માટે જાણે શાંતિ છવાઈ ગઈ હતી.કેટલાક શ્રદ્ધાળુઓ મંદિરમાં પૂજા- પાઠ કરી રહ્યા હતા, તો કેટલાક ટીવી સામે બેસીને પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બન્યા હતા.દિલ્હી,નોઈડા અને ગાજીયાબાદ જેવા શહેરોમાં લોકડાઉન જેવો નજારો જોવા મળ્યો હતો.રસ્તા સુમસામ જોવા મળી રહ્યા હતા,તો રેલવે સ્ટેશન પણ શાંત હતા.બસ સ્ટેશન પણ ખાલી જોવા મળ્યા.કેટલાક લોકો ઘરથી બહાર હતા,તો કેટલાક લોકો મોબાઈલ પર લાઈવ પ્રસારણ જોઈ રહ્યા હતાં.

મંદિરમાં પૂજા-પાઠ, ઉલ્લાસમાં ભક્તો

સમગ્ર દેશ સહિત દિલ્હી-એનસીઆરમાં દરેક નાના-મોટાં મંદિરોમાં પૂજા-પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, ક્યાક રામાયણ,તો ક્યાક સુંદરકાંડ, તો ક્યાક હનુમાન ચાલિસાનો પાઠ કરવામાં આવી રહ્યો હતો.કેટલાક ઠેકાણે મંદિરમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી.તો કેટલાક લોકો મોબાઈલ પર લાઈવ પ્રસારણ જોઈ રહ્યા હતાં,તો કેટલાક આ ઐતિહાસિક ક્ષણનું ટીવી પર લાઈવ પ્રસારણ જોઈ રહ્યા હતા.તો દિલ્હી સહિતના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન જેવો માહોલ જોવા મળ્યો હતો.

Share Now