– અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય આયોજનના એક દિવસ પહેલા મેક્સિકોમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું છે.આ કાર્યક્રમમાં અમેરિકાથી એક પૂજારી આવ્યા હતા, તેમણે પૂજા વિધિ સંપન્ન કરાવી.
મેક્સિકો સિટી, 22 જાન્યુઆરી : અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા તે પહેલા મેક્સિકો પણ રામમય બન્યુ હતું.મેક્સિકો શહેરમાં પણ દેશના પહેલા રામ મંદિર નિર્માણનું કાર્ય પૂરુ થઈ ગયું છે.અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય આયોજનના એક દિવસ પહેલા મેક્સિકોમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું છે.આ કાર્યક્રમમાં અમેરિકાથી એક પૂજારી આવ્યા હતા,તેમણે પૂજા વિધિ સંપન્ન કરાવી.એટલું જ નહિં, મેક્સિકોના આ રામ મંદિરમાં લાગેલી ભગવાન રામ અને માતા જાનકીની મૂર્તિ પણ ભારતથી બનીને જ આવી હતી.મંત્રોચ્ચારની વચ્ચે મંદિરનું ઉદ્ઘાટન થયું તો અહીં સેંકડોની સંખ્યામાં હાજર રહેલા ભારતીય મૂળના લોકોએ ભજન કીર્તન પણ કર્યું.દૂતાવાસે લખ્યું કે માહોલ રામમય હતું અને દિવ્ય ઊર્જાથી ભરેલું હતું.
ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં કેનેડા,અમેરિકા,ઓસ્ટ્રેલિયા,બ્રિટન,જર્મની,ફ્રાંસ સહિત તમામ દેશમાં રહે છે.અયોધ્યામાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિદેશમાં રહેતા ભારતીયો પણ જબરજસ્ત ઉત્સાહમાં હતા.ક્યાંક રેલીઓ થઈ તો ક્યાંક શોભાયાત્રા નીકળી. ક્યાંક મંદિરોમાં ભવ્ય આયોજનો પણ થયા.વિદેશમાં રહેલા ભારતીય મૂળના લોકોએ રામ મંદિર માટે મોટી સંખ્યામાં દાન પણ આપ્યું.
Ahead of Pran Pratishtha in Ayodhya, Mexico gets its first Ram Mandir in Queretaro.
The ‘Pran Pratishtha’ ceremony was performed by an American Priest with Mexican hosts & the idols brought from India. The atmosphere was filled with divine energy as the hymns & songs sung by the… pic.twitter.com/ThxtbkdW0l
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 22, 2024
અયોધ્યા ઉપરાંત દેશના અનેક ગામડાંઓ અને શહેરોમાં પણ રામ મંદિરને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.દરેક મંદિરમાં,દરેક સોસાયટીઓમાં કોઈક ને કોઈક આયોજનો થયા.કેટલાક લોકો પૂજા-પાઠ કરીને ભગવાન રામનું સ્વાગત કરવા ઉત્સુક બન્યા હતા.