– નવી સ્કીમમાં ઘર ખરીદનાર એક ફલેટધારકે ગુજરેરામાં ફરિયાદ કરી હતી
– વડોદરાના એક ડેવલપરને સોસાયટીમાં વચનબદ્વ સુવિધાઓ પૂરી પાડવા આદેશ
– તમામ ડેવલપર્સને એમિનિટીઝ પ્રમાણે સુવિધા આપવા રેરાએ આદેશ કર્યો
ગુજરાતમાં રેરાનો બિલ્ડરને આદેશ,ગ્રાહકોને બ્રોશરમાં જે સુવિધા દર્શાવો છો તે આપો.તેમાં નવી બાંધકામ સ્કીમમાં ડેવલપર્સે દર્શાવેલી સ્વિમીંગપૂલ,કાફે સહિતની એમિનિટીઝ મુજબ ફલેટ ધારકોને નહીં આપતાં ગ્રાહકો રેરાનો સંપર્ક કરે છે.જેથી રેરાએ લોક હિતમાં તમામ ડેવલપર્સને એમિનિટીઝ પ્રમાણે સુવિધા આપવા રેરાએ આદેશ જારી કર્યો છે.વડોદરના ડેવલપર્સને આવી જ ફરિયાદમાં રેરાએ કરેલો આદેશ દાખલારૂપ છે.
વડોદરાના એક ડેવલપરને સોસાયટીમાં વચનબદ્વ સુવિધાઓ પૂરી પાડવા આદેશ
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) વડોદરાના એક ડેવલપરને સોસાયટીમાં વચનબદ્વ સુવિધાઓ પૂરી પાડવા આદેશ કર્યો છે.જાણવા મળ્યા મુજબ, ડભોઇ રોડ પર આવેલી એક નવી સ્કીમમાં ઘર ખરીદનાર એક ફલેટધારકે ગુજરેરામાં ફરિયાદ કરી હતી કે, તેના ડેવલપરે સ્કીમમાં વોલીબોલ કોર્ટ,જિમ્નેશિયમ,લાર્જ લેન્ડસ્કેપ ગાર્ડન,કાફે,કન્વીનિયન્સ લેન્ડસ્કેપ ગાર્ડન,કાફે,ક્વીનિયન્સ સ્ટોર ગાઝેબો અને સિનિયર સિટીઝન ડેસ્ક જેવી સુવિધાઓ પહોંચાડવામાં નિષ્ફળતા દાખવી છે.
તમામ એમિનિટીઝનો સ્કીમ પ્રોજેક્ટના બ્રોશરમાં ઉલ્લેખ પણ કરાયો
આ તમામ એમિનિટીઝનો સ્કીમ પ્રોજેક્ટના બ્રોશરમાં ઉલ્લેખ પણ કરાયો છે.આમ છતાં આપવામાં આવી નથી.ફરિયાદના સંદર્ભમાં ગુજરેરાએ ફલેટધારકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો કે, ગ્રાહકો બ્રોશર અને જાહેરાતોમાં આપેલા વચનોના આધારે પ્રોપર્ટી ખરીદે છે અને તે વચનો પૂરા કરવા માટે ડેવલપર બંધાયેલા છે.ડેવલપરને બ્રોશરમાં જણાવ્યા મુજબ તમામ સુવિધાઓ પૂરી પાડવા રેરાએ આદેશ જારી કર્યા હતાં.