
– કેન્દ્રીય એજન્સીએ દિલ્હી,મુંબઈ,થાણે,પશ્ચિમ ચંપારણ (બિહાર),બેંગલુરુ,કોટ્ટયમ (કેરળ) વગેરેમાં તપાસ હાથ ધરી હતી જેમાં ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.
ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર શરૂ કરવામાં આવેલી પ્રાથમિક તપાસના અંતે એફઆઈઆર નોંધવામાં આવી હતી.CBIની બહુવિધ ટીમોએ ગુરુવારે IRS અધિકારી અને આવકવેરા વિભાગના અન્ય અધિકારીઓ સામે કેસ નોંધ્યા પછી લગભગ એક પખવાડિયામાં સમગ્ર દેશમાં 18 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું,જેઓ કથિત રીતે ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમને બાજુ પર રાખીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના જૂથ સાથે પેન્ડિંગ એસેસમેન્ટ પર સંવેદનશીલ ડેટા શેર કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હતા.
કેન્દ્રીય એજન્સીએ દિલ્હી,મુંબઈ,થાણે,પશ્ચિમ ચંપારણ (બિહાર), બેંગલુરુ, કોટ્ટયમ (કેરળ) વગેરેમાં તપાસ હાથ ધરી હતી જેમાં ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.આવકવેરા વિભાગના મહાનિર્દેશક (DGIT ) પ્રસેન સિંહની ફરિયાદના આધારે સીબીઆઈએ 7 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં ઝંડેવાલન ઓફિસમાં તૈનાત ડેપ્યુટી કમિશનર ઈન્કમટેક્સ વિજયેન્દ્ર.આર વિરુદ્ધ FIR નોંધી હતી.આ ઉપરાંત કેસમાં સંડોવાયેલા ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર દિનેશ કુમાર વર્મા અને બિનાયક શર્મા અને કથિત સીએ દિનેશ કુમાર અગ્રવાલ સહીત કુલ 9 જણા સામે પણ ગુનો નોંધાયો છે.આ કેસમાં અન્ય સીએ શિવરતન મંગેલાલ સિંગરોડિયા, ભાવેશ પરશોત્તમભાઈ રાખોલિયા, પ્રતીક લેનિન, મલિક ગિરીશ આનંદ અને સુશીલ કુમારનો સમાવેશ થાય છે.ઈન્ક્મટેક્ષ વિભાગે દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર શરૂ કરવામાં આવેલી પ્રાથમિક તપાસના અંતે FIR નોંધવામાં આવી હતી.
વધુમાં આ કેસને લઇ સીબીઆઈનો આરોપ છે કે, આ તમામ આરોપીઓએ ફેસલેસ એસેસમેન્ટ યોજનાના હેતુને નબળો પાડવા માટે સાથે મળીને કામ કર્યું હતું,આ યોજનાનો કે જેનો ઉદ્દેશ્ય કરદાતાઓ અને કર અધિકારીઓ વચ્ચેના માનવીય સંવાદને દૂર રાખવાનો છે અને પક્ષપાત ઘટાડવા અને પારદર્શિતામાં સુધારો કરવાનો છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સરકારની “ફેસલેસ સ્કીમ ઑફ એસેસમેન્ટ” ને તોડફોડ કરવાનો કથિત પ્રયાસ કરવા બદલ આવકવેરા વિભાગના એક ડેપ્યુટી કમિશનર વિજયેન્દ્દ.આર (IRS), બે આવકવેરા ઇન્સ્પેકટર,પાંચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) અને એક ખાનગી વ્યક્તિ સહિત નવ વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો છે.
“ફેસલેસ સ્કીમ ઓફ એસેસમેન્ટ” એ એક ચાવીરૂપ સુધારો છે જે બિન-ઘુસણખોરી અને ન્યાયીક ટેક્સ ઇકોસિસ્ટમ બનાવવા માટે રચાયો છે.આ સિસ્ટમ હેઠળ કરદાતાઓ તેમના કેસોનું સંચાલન કરતા આકારણી અથવા અપીલ અધિકારીઓની ઓળખ જાણતા હોતા નથી.જો કે, સીબીઆઈનો આરોપ છે કે સીએનું એક જૂથ, ચોક્કસ આવકવેરા અધિકારીઓ સાથે મળીને ગેરકાયદે રીતે આ અધિકારીઓના નામ કરદાતાઓને જાહેર કરી રહ્યું હતું.આ તમામ પર કરદાતાઓ પાસેથી નાણાકીય લાભ મેળવવા માટે બાકી આકારણીઓ,અપીલો અને ઉચ્ચ રિફંડ કેસ સંબંધિત સંવેદનશીલ આવકવેરાના ડેટાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.આ આરોપીઓએ આકારણી અને અપીલ અધિકારીઓની ઓળખ જાહેર કરીને કરદાતાઓને સીધો સંપર્ક કરવા દબાણ કરતા હતા અને અસરકારક રીતે ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમને અટકાવી ભ્રષ્ટાચાર આચાર્યો હતો.CBI ભારપૂર્વક જણાવ્યું છે કે આ સમગ્ર રેકેટ સરકારની પહેલને નિષ્ફળ બનવવાનો પ્રયાસ છે.
ફેસલેસ ટેક્સ એસેસમેન્ટ સિસ્ટમ શું છે?
ફેસલેસ ટેક્સ એસેસમેન્ટ સિસ્ટમ, 2019 માં રજૂ કરવામાં આવી હતી,જેનો હેતુ કરદાતાઓ અને કર અધિકારીઓ વચ્ચેના ભૌતિક ઇન્ટરફેસ (માનવીય સંવાદ અથવા સૂચનાઓની આપ લે )ને દૂર કરીને ભ્રષ્ટાચારને ઘટાડવાનો હતો.જ્યારે આ સિસ્ટમના સ્પષ્ટ ફાયદા છે, ત્યારે કેટલાક નિષ્ણાતો દલીલ કરે છે કે તે પડકારો, જેમ કે ડેટાના મોટા જથ્થાને હેન્ડલ કરવામાં મુશ્કેલીઓ અને રીઅલ-ટાઇમ ક્રિયાપ્રતિક્રિયાનો અભાવ જોવા મળે છે જે આ સિસ્ટમના પાલનને જટિલ બનાવે છે અને સિસ્ટમની અસરકારકતાને નબળી પાડી શકે છે.ટીકાકારો અપીલના વધતા બેકલોગ તરફ પણ નિર્દેશ કરે છે.જો કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) જણાવે છે કે ફેસલેસ એસએસેમેન્ટ સિસ્ટમ જટિલ કેસોને હેન્ડલ કરવા માટે સારી રીતે સજ્જ છે અને કરદાતાઓના અપીલના અધિકારનો આદર કરે છે.