
સુરત,તા.13 ફેબ્રુઆરી : 2025 : CBI એ ફેસલેસ એસેસમેન્ટનો ગુપ્ત ડેટા લીક કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો કે જેમાં ઈન્કમટૅક્ષના ડેપ્યુટી કમિશનર,CA સહીત 9 વિરુદ્ધ નોંધાઈ FIR નોંધાઈ છે ત્યારે સુરત ઈન્ક્મટેક્ષ વિભાગમાં પણ કેટલાંક મહાભ્રષ્ટ અધિકારીઓ કેટલાંક માનીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે મળીને આજ પ્રકારે સ્કેમ ચલાવી રહ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે.ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના આશયે CBDT બોર્ડે શરૂ કરેલી આ ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમને હવે ગ્રહણ લાગ્યું હોઈ એવું ફલિત થઇ રહ્યું છે.જાણકારોના મતે આ યોજનાને તોડી નાંખવાના ભાગરૂપે એક સુવ્યવસ્થિત કૌભાંડ સુરત ઈન્ક્મટેક્ષમાં પણ આકાર લઇ ચૂક્યું છે.જેમાં શહેરના ત્રણ ટોચના CA અને તેમના મળતિયાઓ ભેગા મળી વ્યાપકપણે એસેસમેન્ટના કેસમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.
આ અંગે જાણકાર અને આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત ઈન્ક્મટેક્ષ ડિપાર્ટમેન્ટમાં પણ આજ પ્રકારની મોડેસ ઓપરેન્ડી થકી ફેસલેશ એસેસમેન્ટ સ્કીમને સ્કેમ (કૌભાંડ)માં તબ્દીલ કરવામાં આવી રહી છે.રાજ્ય બહારથી આવતા એસેસસેન્ટના કેસોમાં સ્થાનિક ઇન્કમટેક્ષના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ તેમના માનીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ્સને અન્ય રાજ્યના અધિકારીઓ કે જે એસેસમેન્ટ પ્રક્રિયા હાથ ધરતા હોય છે તેમનો સંપર્ક કરાવી આપે છે.આ ભ્રષ્ટ અધિકારીઓ એસ્સેમેંન્ટના કેસો અન્ય ક્યાં રાજ્ય કે શહેરના અધિકારી પાસે છે તે અંગેની માહિતી મેળવી પોતાના માનીતા CA ને આપતા હોય છે.જેના આધારે જે તે કેસમાં અગાઉથી જ ગોઠવણ થઇ જતી હોય છે અને આ ભ્રષ્ટ સરકારી બાબુઓ બંને તરફથી ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ પાસે કમિશન મેળવતા હોય છે.અન્ય એક મોડ્સ ઓપરેન્ડી હેઠળ ગુજરાત રાજ્યના કેસો ગુજરાત બહાર જાય છે ફેસલેશ એસેસમેન્ટ માટે જયારે ગુજરાતમાં મુખ્યપણે બહારના રાજ્યોના કેસો આવતા હોય છે જેમાં ખાસ કરીને મુંબઈના કેસો ગુજરાતમાં વધારે આવે છે.જેમ CBI એ દિલ્હી ઇન્કમટેક્ષના ડેપ્યુટી કમિશ્નર વિજયેન્દ્દ વિરુદ્ધ FIR નોંધી એ કેસમાં જે પ્રકારે આ અધિકારીના સમગ્ર મુંબઈ,દિલ્હી અને સુરત એમ દરેક ઠેકાણાંએ એજેન્ટો કામ કરતા હોય છે,ખાસ કરીને કેટલાક ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ અને તેમના મળતિયાઓ કે જેઓ અલગ અલગ કેસમાં આંતરિક સંર્પક સાંધી ફેસલેશ કેસોની દુકાન ચલાવી રહ્યા છે.આજ પ્રકારે શહેરના આ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સુરત ઈન્કમટેક્ષમાં પણ ફેસલેસ એસેમેન્ટ કેસોમાં ભ્રષ્ટાચારને અંજામ આપી રહ્યા છે.ચર્ચાઓ મુજબ સુરત ઈન્કમટેક્ષમાં ત્રણ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ખુબ જ મોટાપાયે દુર્વ્યવહાર આચરી આ સ્કીમને ગ્રહણ લગાડી રહ્યાં છે.આ ટોચના ત્રણ CA વર્ષોથી ડિપાર્ટમેન્ટમાં અડિંગો જમાવી બેઠા છે.કાયદાકીય પ્રેક્ટિસ કરવામાં અસમર્થ અને માત્ર ગાંધીછાપ નોટોના જોરે છેલ્લા ઘણા વર્ષોથી આજ પ્રકારે કેટલાક મહાભ્રષ્ટ અધિકારીઓના સંપર્કમાં રહી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.આ ટોચના ત્રણ CA પૈકી એકની અટક કન્યા રાશિની છે જયારે અન્ય એક સામાજિક કાર્યકર્તા તરીકે પોતાના સમાજમાં નામ કમાવવા મથામણ કરી રહ્યા છે તેનું નામ કન્યા રાશિ અને અટક કુંભ રાશિની છે.જયારે સૌથી છેલ્લા વર્ષોથી માત્ર ટ્રીબ્યુનલના કેસોની જ પ્રેકટીશ કરતા આવ્યા છે મહાનુભવનો થાય છે તેઓ તુલા રાશિના છે અને તેમની ઓફિસ ટ્રીબ્યુનલ ઑફિસના એક જ કોમ્પ્લેક્સમાં આવેલી છે.આ ટોચના ત્રણ સીએ સહીત અન્ય ઘણા પણ ડિપાર્ટમેન્ટમાં તોડફોડ કરવા અને કરાવવા ટાંપીને બેઠા છે.
સુરત ઈન્કમટેક્ષમાં ફેસલેસ સ્કીમને ગ્રહણ લગાડવામાં આ ત્રણ ટોચના ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ખાસ્સા સક્રિય છે ત્યારબાદ તેમના ચેલાઓ અને ફોલ્ડરિયાઓનો પણ એક મોટો વર્ગ આજ પ્રકારે કામ કરી રહ્યાં હોવાનો ખુદ ઈન્ક્મટેક્ષ અને CA આલમમાં ચર્ચાના સ્થાને છે.ઈન્ક્મટેક્ષ ડિપાર્ટમેન્ટના અન્ય જે નખશીખ પ્રામાણિક અધિકારીઓ છે તેઓ પણ આ તમામને લઇ હેરાન થઇ રહ્યાં છે અને આ પૈકી કેટલાક તો VRS (રિટાયરમેન્ટ) લઇ ચુક્યા છે.અન્ય એક ચર્ચા અનુસાર અગાઉ ઘણા વર્ષો પહેલા CBI એ સુરત ઈન્ક્મટેક્ષ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી કરી હતી અને છેલ્લા બે વર્ષ અગાઉ અમદાવાદના એડીશ્નલ કમિશનર સંતોષ કરનાની સામે ભ્રષ્ટાચારનો કેસ કર્યો હતો જેમાં કથિત રીતે બિલ્ડર સાથે ગોપનીય માહિતી શેર કરવા માટે તેને ઇન્કમટેક્ષ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) કેસમાં મદદ થકી લાંચ લેવાનો આરોપ હતો.ત્યારે હવે ચર્ચા અને પ્રશ્નો આકાર લઇ રહ્યા છે કે જે પ્રકારે સુરત ઈન્ક્મટેક્ષ ડિપાર્ટમેંન્ટમાં કેટલાક ખાસ ભ્રષ્ટ અધિકારીઓ અને તેમના માનીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ફેસલેસ સ્કીમને લઇ સ્કેમ ચલાવી રહ્યા છે ત્યારે નજીકના દિવસોમાં CBI એન્ટ્રી કરે અને કઈ નવાજુની થાય એવા એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.
ફેસલેસ એસ્સેમેન્ટના કેસોમાં આ જ પ્રકારે કૌભાંડ સુરતના પણ કેટલાક અન્ય સીએ કરી રહ્યા હોવાનું કહેવાય છે.આ રીતે કામગીરી કરતા સીએ સામે સીબીઆઈ દ્વારા પણ વોચ રાખવામાં આવે તો સુરતમાંથી પણ મોટું રેકેટ ઝડપાય તેમ છે.તેમાં પણ સીએ દ્વારા ફેસલેસ એસેસમેન્ટમાં જવાબ રજૂ કરતી વખતે સીએ દ્વારા પોતાની ઓફિસનું સરનામું ઉપરાંત મોબાઇલ નંબર પણ લખી દેતા હોય છે.તેના આધારે ઇન્કમટેક્સના કેટલાક અધિકારીઓ સીધો કે આડકતરી રીતે સીએનો સંપર્ક કરીને કરદાતાની તરફેણમાં ચુકાદો લાવતા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.
આ રીતે ચાલે છે ફેસલેસ એસેસમેન્ટ સ્કેમનું નેટવર્ક
ફેસલેસ એસેસમેન્ટમાં કાર્યવાહી શરૂ થાય ત્યારે કરદાતાએ જવાબ રજૂ કરવાનો હોય છે.આ જવાબ તેના સીએ દ્વારા રજૂ કરતી વખતે સરનામું અને મોબાઇલ નંબર લખવામાં આવતો હોય છે.તે નંબરના આધારે અધિકારી સુરતમાં તેના ઓળખીતા સીએ અથવા તો અન્ય કોઇનો સંપર્ક કરીને સીએનો સંપર્ક કરવાનું કહેવામાં આવે છે.સંપર્ક કર્યા પછી વાટાઘાટ કરીને રકમ નક્કી કરવામાં આવતી હોય છે.તે રકમ ટકાવારીના આધારે નહીં પરંતુ કેસ કેવો છે અને તેમાં કેટલા રૂપિયા ભરવાના આવે છે તેવી તમામ બાબતોની ચર્ચા કરવામાં આવ્યા બાદ રકમ નક્કી થતી હોય છે.તે રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યા બાદ કરદાતાની તરફેણમાં ચુકાદા આવતા હોવાની વિગતો જાણવા મળી છે.