પણજી, તા. 10 માર્ચ, 2022, ગુરૂવાર 10:40 AM : વધુ એક CM આગળ નીકળ્યાં
યુપીના મુખ્યમંત્રી બાદ હવે ગોવાના સીએમ પણ પોતાની બેઠક પર આગળ ચાલી રહ્યાં છે.
ગોવાના સીએમ પ્રમોદ સાવંત પોતાની બેઠક પર પ્રથમ વખત ગણતરીમાં પ્રથમ સ્થાને આવ્યા છે.
ચાર રાજ્યોમાંથી યુપી અને ઉત્તરાખંડની સાથે મણિપુરમાં પણ બીજેપીને બહુમતની આશા દેખાઈ રહી છે જ્યારે ગોવામાં હાલ બંને મુખ્ય પાર્ટીઓની શાખ દાવ પર છે.
ગોવામાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.ગોવામાં પૂર્વ બંને મુખ્યમંત્રીઓ પોતાની બેઠક પરથી પાછળ ચાલી રહ્યાં છે પરંતુ સ્થિતિ એમ છે ગોવામાં ભાજપ 21 બેઠકો પર આગળ છે તો કોંગ્રેસ 13 બેઠકો પર આગળ છે.
મહત્વની વાત એ છે કે ગોવામાં 4 બેઠકો પર ટીએમસી હાલ આગળ ચાલી રહી છે અને 2 બેઠકો પર ઈન્ડિપેન્ડન્ટ ઉમેદવારો આગળ છે એટલેકે જો ગઠબંધનની સરકાર બનશે તો ટીએમસી અને અન્ય બેઠકો મહત્વનો ભાગ ભજવશે.