જામનગર GPCBનાં અધિકારી પર ACBનો સકંજો કસાયો હોવાની વિગતો સામે આવી રહી છે.જી હા, GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં સપડાયા છે. અહી અન્ય માહિતી તાજેતરમાં સામે આવી રહી છે,જેમા તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન પર દરોડો પાડતા 80 હજારકિમ સોનાની કિંમતની બે સોનાની લગડી મળી આવી છે.આ પહેલા સુતરેજા પાસેથી રૂ.5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે.
છેલ્લાં એક મહિનાથી ACB, GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા પર વોચમાં હતું.ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની તલાશી લીધી હતી અને બી.જી.સુતરેજા પાસેથી લાખોની રોકડ રકમ મળી આવી હતી.
બી.જી.સુતરેજા જામનગરમાં ફરજ બજાવે છે, અને સુતરેજાનું રહેણાંક અમદાવાદ શહેરમાં હોવાની વિગતો વિદિત છે.ACB પાસે તમામ કાંડ વિશે પાકી માહિતી હતી. અને દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇ અમદાવાદ આવે છે તેવી ખાતરી પણ કરવામાં આવી હતી.બાતમીને આધારે ACBએ લાંચ વિરોધનું આ ઓપરેશન પાર પાડયું છે.
કલાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય તેવી પ્રથમ ઘટના સામે આવતા ગુજરાતનાં બ્યિરોક્રેટ્સમાં ફફડાટ મચી જવા પામ્યો છે.ACB દ્રારા અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરશે.સાથે સાથે જામનગર GPCBનાં ઓફિસરમાં પણ પુછપરછ ચાલી રહી છે.સમગ્ર ઘટનાથી અને ખાસ કરીને ACBનાં આ ઓપરેશનથી સરકારી અધિકારી-કર્મીઓમાં ખળભળાટ જોવામાં આવી રહ્યો છે.