ગાંધીનગર,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : GPSSB ભરતીને તબક્કે પંચાયત વિભાગનો આખો વહીવટ જ ખાડે ગયો છે.જેમાં સરકારી મોનિટરિંગ ફેલ થયુ છે.તેમજ પરીક્ષાઓે માથે હોવા છતાંયે GPSSBના ચેરમેન બદલ્યા છે. તથા બોર્ડને બે સભ્યોને હવાલે કરી દેવાયુ છે.તથા ACSના છેલ્લા દિવસોમાં તારીખ જાહેર થઈ છે.જેમાં પંચાયત મંત્રી બપોર પછી ચેમ્બરમાં આવતા નથી તેવી ચર્ચાઓ શરૂ થઇ છે.
9.50 લાખ ઉમેદવારોવાળી જૂનિયર ક્લાર્કની પરીક્ષા માથે
પંચાયત સેવા પસંદગી મંડળ- GPSSB રાજ્ય સરકારનું સ્વતંત્ર ભરતી એકમ હોવા છતાંયે તે પંચાયત વિભાગના સીધા નિયંત્રણ અને નિયમન હેઠળ છે. GPSSBમાં 4 વર્ષથી 18 લાખ ઉમેદવારો ધરાવતી પંચાયત તલાટી અને 9.50 લાખ ઉમેદવારોવાળી જૂનિયર ક્લાર્કની પરીક્ષા માથે હોવા છતાંયે ગતવર્ષે આ બોર્ડમાંથી પહેલા ચેરમેન બદલી દેવાયા હતા.બાદમાં ઓછુ રહેતુ હતુ એમ આ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACSના છેલ્લા દિવસોમાં જ જૂ.ક્લાર્કની ભરતી પરીક્ષાનું આયોજન થયુ છે.
GPSSBને બે મહિલા સભ્યોને હવાલે
વર્ષ 2017માં 10 ટકા EBC,બાદમાં GADના 1લી ઓગસ્ટ 2018નો વિવાદાસ્પદ ઠરાવ,છેલ્લે કોવિડ-19ની વૈશ્વિક મહામારી અને આ દરમિયાન પેપરલીક કાંડમાં છ વર્ષથી અનેક ભરતી પ્રક્રિયાઓ અનિયમિત હતી.તેવામાં GPSSBમાં સરકારે જ્યુડિશિયરીમાંથી નિયુક્ત જજ નરેશ શાહને ચેરમેનપદેથી હટાવ્યા બાદ તેનો ચાર્જ IASને સોંપવા નિર્ણય કર્યો હતો.એક તરફ વિકાસ કમિશનર સંદિપકુમારને ચેરમેનનો ચાર્જ સોંપ્યો અને GPSSBને બે મહિલા સભ્યોને હવાલે કરી અટકેલી પરીક્ષાની પ્રક્રિયા આગળ ધપવવાની લ્હાયમાં વહિવટ ખાડે ગયાનું કહેવાય છે.