જામનગર તા. ર : જીએસએફસી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર એન્ડ કેમીકલ્સ દ્વારા કોરોના સામેની મહામારીને મહાત કરવા સામાજિક જવાબદારીના ભાગ રૂપે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અપીલના અનુસંધાને જીએસએફસીના અધિકારીઓ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી રાહત નિધિમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને રૂ.૧૦ કરોડની રકમનો ચેક અર્પણ કર્યો હતો.આ ઉપરાંત કંપનીના તમામ કર્મચારીઓએ પણ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવાનો નિર્ણય કરેલ હોવાનું કંપનીની યાદીમાં જણાવેલ છે.