સમગ્ર રાજ્યભરમાં ACB દ્વારા વિવિધ ખાતાના અધિકારીઓને લાંચ લેતાં રંગે હાથ ઝડપવામાં આવી રહ્યા છે.જેમાં વધુ એકનો ઉમેરો થયો છે.આજે GST વિભાગમાં રાજકોટ ACBએ ટ્રેપ ગોઠવી હતી.જેમાં બહુમાળી ભવન વાણિજ્ય વેરા કચેરીમાં GST વિભાગના ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી મનસુખ મદાણીને 20,000ની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.તેઓ ક્લાસ ટુ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.ફરજ દરમિયાન લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે.ત્યારબાદ એસીબી દ્વારા મનોજ મદાણીના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે,અને તેઓની પાસેથી અપ્રમાણસર મિલકત વેચવા માટે તેમના ઘરે ACBએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ ACBને એક ફરિયાદ પ્રાપ્ત થઈ હતી.જેના ફરિયાદના આધારે રાજકોટમાં આવેલી બહુમાળી ભવનના ચોથા માળે વાણિજ્ય વેરા કચેરીમાં ACBએ છટકું ગોઠવ્યું હતું.દરમિયાનમાં ફરિયાદી પાસેથી મનોજ અદાણી 20 હજારની લાંચની માગણી કરી હતી. અને આ લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવાયા હતા.એસીબીએ મનોજ મારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસમાં ફરિયાદી ના જણાવ્યા પ્રમાણે ખાનગી પેઢીને સેકસી વીડિયો વાણિજ્ય વિભાગ કચેરી તરફથી વેલ્યુએડેડ ટેકસ ની આકારણી વર્ષ 2016-17 ના વર્ષમાં ભરેલા ટેક્સના રિફંડ રૂપિયા 9,70,000 વ્યાજ સહિત મળવા પાત્ર હતા.પરંતુ આ નાણાં ચૂકવવા માટે કચેરીમાંથી કોલેજ હુકમ બદલ મનોજ મીરાણી ફરિયાદી પાસે 20,000 રૂપિયાની માગણી કરી હતી.આ ઘટનાની જાણ ફરિયાદીએ ACBને કરી હતી,અને અધિકારી લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા.આ ફરીયાદ સંદર્ભે ડી.વાય એસ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઇનામયુરધ્વજસિંહ સરવૈયા અને એન્ટી કરપ્શનના સ્ટાફને કોઇ બહુમાળી કચેરીના જીએસટી વિભાગમાં કોઇને પણ ભનક ન પડે તેવી ટ્રેપ ગોઠવી હતી. વેપારીએ નકકી થયા મુજબ જીએસટી અધિકારી એમ. એમ. મદાણીને લાંચની રકમ ર૦ હજારનું પેકેટ આપતાની સાથે જ છૂપી રીતે ગોઠવાયેલા પી. આઇ. સરવૈયા અને સ્ટાફ ઓચીંતા જ પ્રગટ થતાં એમ. એમ. મદાણીના હોંશકોંશ ઉડી ગયા હતાં.
આ અધિકારીને પંચોની રૂબરૂ એસીબીએ ઝડપી લીધા હતાં. ACB દ્વારા ટ્રેપની કાર્યવાહી પરિપૂર્ણ કર્યા બાદ અધિકારીના બેંક એકાઉન્ટ અને તેમણે ખાનગી રાહે ભ્રષ્ટાચારથી કોઇ માલ-મિલ્કતો ખરીદી છે કેકેમ ? તેની માહિતી મેળવવા કવાયત આદરી છે.