By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GSTનો 5%નો સ્લેબ થશે દૂર ? 2 નવા ટેક્સ સ્લેબ ઉમેરવાની સરકારની તૈયારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > GSTનો 5%નો સ્લેબ થશે દૂર ? 2 નવા ટેક્સ સ્લેબ ઉમેરવાની સરકારની તૈયારી
GeneralNational

GSTનો 5%નો સ્લેબ થશે દૂર ? 2 નવા ટેક્સ સ્લેબ ઉમેરવાની સરકારની તૈયારી

HM News
Last updated: 19/04/2022 5:12 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ,તા.18 એપ્રિલ 2022,સોમવાર : GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કાઉન્સિલની બેઠક આવતા મહિને યોજાવાની છે.આ બેઠકમાં કાઉન્સિલ પાંચ ટકા ટેક્સ સ્લેબને રદ્દ કરી શકે છે.આ સ્લેબને રદ્દ કરીને જીએસટી કાઉન્સિલ તેને ત્રણ અને આઠ ટકાના સ્લેબમાં વિભાજિત કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે.અહેવાલ અનુસાર દેશના મોટાભાગના રાજ્યો વળતરની ભરપાઈ માટે માટે કેન્દ્ર પર નિર્ભરતા દૂર કરવા માટે આવક વધારવા મુદ્દે આ વિકલ્પ માટે સંમત થયા છે.પ્રસ્તાવ અનુસાર મોટા પાયે વપરાશની કેટલીક વસ્તુઓને ત્રણ ટકાના ટેક્સ સ્લેબમાં રાખવામાં આવશે અને બાકીની વસ્તુઓ પર આઠ ટકાના સ્લેબમાં ટેક્સ લાગશે.હાલમાં જીએસટીમાં કુલ ચાર ટેક્સ સ્લેબ 5, 12, 18 અને 28 ટકા છે.આ ઉપરાંત સોના અને સોનાના ઘરેણા પર ત્રણ ટકા ટેક્સ લાગે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર કાઉન્સિલની આવક વધારવા માટે કેટલીક બિન-ખાદ્ય ચીજો જેના પર ટેક્સ નથી વસૂલાતો તેને 3 ટકાના સ્લેબમાં લાવીને આવક વધારવા પર ફોક્સ કરી શકે છે.સૂત્રોએ જણાવ્યું હતું કે પાંચ ટકાના સ્લેબને સાત કે આઠ કે નવ ટકા કરવા અંગે ચર્ચા ચાલી રહી છે.આ મામલે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે જેમાં કેન્દ્રીય નાણા પ્રધાન અને રાજ્યોના નાણાં પ્રધાનો હોય છે.

જો પાંચ ટકાના સ્લેબમાં એક ટકાનો વધારો થશે તો તેના પરિણામે વાર્ષિક વધારાની રૂ. 50,000 કરોડની આવક થશે. આ સ્લેબમાં મુખ્યત્વે પેકેજ્ડ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે.જીએસટી હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ પરના ટેક્સનો દર સૌથી નીચો રાખવામાં આવે છે અથવા તેમને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે.જ્યારે સૌથી વધુ ટેક્સ 28 ટકા લક્ઝરી વસ્તુઓ પર વસૂલવામાં આવે છે અને આ રકમ જીએસટીના અમલીકરણને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્યોને આપવામાં આવે છે.1 જુલાઈ, 2017ના રોજ જીએસટી અમલીકરણ સમયે કેન્દ્રએ રાજ્યોને જૂન, 2022 સુધી પાંચ વર્ષ માટે વળતર આપવા અને 2015-16ના આધાર વર્ષની આવક કરતાં વાર્ષિક 14 ટકાના દરે તેમની આવકની સિક્યોરિટી આપવા સંમતિ આપી હતી.કાઉન્સિલે ગયા વર્ષે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના નેજા હેઠળ રાજ્યના મંત્રીઓ માટે એક સમિતિની રચના કરી હતી જે ટેક્સના દરોને તર્કસંગત બનાવીને અને કર માળખામાં રહેલી વિસંગતતાઓને દૂર કરીને આવક વધારવાના માર્ગો સૂચવશે.સમિતિ આગામી મહિનાની શરૂઆતમાં તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપે તેવી અપેક્ષા છે.આ પછી તેને અંતિમ નિર્ણય માટે કાઉન્સિલની આગામી બેઠકમાં રજૂ કરવામાં આવશે.આ બેઠક મેના મધ્યમાં યોજાય તેવી શક્યતા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવવાથી જહાંગીરપુરીમાં રમખાણો થયા? દિલ્હી પોલીસ કમિશનરે કર્યો ખુલાસો
Next Article કોંગ્રેસમાં સતત મંથન, પ્રશાંત કિશોર 3 દિવસમાં બીજી વખત સોનિયા ગાંધીને મળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up