– ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ બે વાર ટેક્સ ભરવાથી બચવા માટે થાય છે.
– GST પરિષદનો આરોપ છે કે લોકો નકલી બિલોથી વધુ પૈસા ઉપાડી લેતા હતા.
GST પરિષદ દ્વારા એક નવો નિયમ લાવવાની તૈયારી ચાલી રહી છે.આ નવા નિયમ હેઠળ જો કોઈ કંપની અથવા ઉદ્યોગપતિએ વધારાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દાવો કર્યો છે,તો તેણે તેનું કારણ જણાવવુ પડશે અથવા વધારાની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવી પડશે.આ બાબતે મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર અને રાજ્યોના ટેક્સ અધિકારીઓની સમિતિનું કહેવું છે કે, જો સેલ્ફ જનરેટેડ ITC અને GSTR-3B રિટર્નમાં જો કોઈ મોટો તફાવત જોવા મળે છે તો GST હેઠળ નોધાયેલ શખ્સને તેની સુચના આપવામાં આવશે.
કોણે ભરવો પડશે ટેક્સ
આવા મામલે GSTR-1 અને GSTR-3Bમાં જાહેર કરાયેલ ટેક્સ આપવાના તફાવત 25 લાખ રૂપિયા અથવા 20 ટકા પ્રમાણે નક્કી કરાયેલ મર્યાદા કરતાં વધારે હોય.ત્યાં કારોબારીઓને તેનું કારણ બતાવવા અથવા બાકી ટેક્સ જમા કરવા માટે કહેવામાં આવશે. GST નેટવર્ક GSTR-2B ફોર્મ તૈયાર કરે છે, જે એક સેલ્ફ જનરેટ ડોક્યુમેન્ટ છે.આ સપ્લાયર્સ દ્વારા સબમિટ કરવામાં આવેલા દરેક દસ્તાવેજમાં ITCની ઉપલબ્ધતા અથવા બિન-ઉપલબ્ધતા વિશે ખબર પડે છે.મળતી માહિતી પ્રમાણે લૉ કમિટિનું માનવું છે કે રજિસ્ટર્ડ વ્યક્તિને બહારના સપ્લાયનું GSTR-1 અથવા માસિક સ્ટેટમેન્ટ ફાઈલ કરવાની મંજૂરી ત્યા સુધી આપવી જોઈએ નહીં જ્યાં સુધી તેમણે ટેક્સ અધિકારીઓને ફાઈલમાં સંતોષ ન થાય અથવા વધારાની આઈટીસી દાવો કરેલ પરત ન આપી હોય.
આ રીતે થતી હતી ટેક્સ ચોરી
આ પગલા ભરવાનો મુખ્ય હેતુ નકલી ઈનવોઈસના મામલાઓ પર અંકુશ લગાવવાનો છે.છેતરપિંડી કરનારાઓ સામાન્ય રીતે સામાન અથવા સેવાઓના વાસ્તવિક પુરવઠા વિના ખોટી રીતે ITC મેળવવા આવી રીતે તેનો લાભ લેતા હતા.GST હેઠળ નકલી નોંધણીઓ શોધવા માટે GST અધિકારીઓને બે મહિનાનું વિશેષ અભિયાન શરુ કર્યુ છે.આવા રજીસ્ટ્રેશન નકલી બીલ અથવા ઈન્વોઇસ જારી કરવા અને સરકારને ચુનો લગાવવાના મકસદથી કરતા હતા. ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) એ નાણાકીય વર્ષ 2022-23 માં રૂ. 1.01 લાખ કરોડથી વધુની GST ચોરીને વિશે માહિતી મેળવી હતી.જે ગયા વર્ષની સરખામણી કરતા આંકડો બમણો થઈ ગયો છે.જેમા અધિકારીઓ દ્વારા 14,000 કેસ દાખલ કરવામાં આવ્યા છે.