અમદાવાદ: એક સમયના કાપડના ઉત્પાદનમાં માન્ચેસ્ટર કહેવાતા અમદાવાદમાં (Ahmedabad cloth market) કેમ વિરોધ (protest) કરી રહ્યા છે.પહેલા ક્યારેય જેના પર એક રૂપિયો પણ ટેક્સ નહોતો લેવાતો.જેમાં 2017પછી 5 ટકા GST અને ત્યારબાદ હવે 12 ટકા GST થતા વેપારીઓ
(GST protest) નારાજ થયા છે.વેપારીઓની આ નારાજગી કાપડ બજારમાં સજ્જડ બંધ રાખીને જોવા મળી.ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ જાણવાનો પ્રયાસ કર્યો કે,કયા એવા કારણો છે જેને લઈ કાપડના વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે.
આગામી 1લી જાન્યુઆરીથી કાપડ અને રેડીમેન્ટ ગારમેન્ટ પર 12 ટકા GST લાગુ થવા મામલે કાપડના વેપારીઓએ વિરોધ નોંધાયો છે.અમદાવાદમાં 70 હજાર જેટલા કાપડના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો અને વેપારીઓ દ્વારા GSTમાં વધારાનો 7 ટકાનો વધારો પાછો નહિ ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.કાપડ મહાજનના વેપારીઓએ જણાવ્યું કે,કાપડ ઉધોગ એક માત્ર ઉધોગ છે જે દેશમાં 20થી 25 ટકા રોજગાર આપે છે.સરકાર આ 20થી 25 ટકા GST આપે છે.સરકારમાં કાપડ ઉધોગમાંથી દર મહિને અંદાજે 22 હજાર કરોડ GST આવે છે.


