– જીએસટી કલેકશનમાં થયો ઘટાડો: સરકાર જીએસટી સ્લેબ અંગે કરી શકે છે ટુંક સમયમાં નવી જાહેરાત
વસ્તુ તેમજ સેવા કર એટલે કે જીએસટી સ્લેબમાં મોટા ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે.મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણિયમે આ ફેરફારના સંકેત આપ્યા છે. સુબ્રમણિયમે કહ્યું કે જીએસટી સ્લેબને યુકિતસંગત બનાવવું સરકારના એજન્ડામાં છે અને નિશ્ચિત રીતે તે થવા જઈ રહ્યું છે.કેવી સુબ્રમણિયમના જણાવ્યાનુસાર જીએસટીના ત્રણ સ્લેબ આવી શકે છે.તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જીએસટી જે રીતે વાસ્તવમાં પાંચ દર સાથે બનાવવામાં આવ્યું હતું તે યોગ્ય હતું કારણ કે હવે જીએસટી હેઠળ થતી રાશિમાં તેનો પ્રભાવ જોઈ શકાય છે. નીતિ નિર્માતાઓને વાસ્તવમાં વ્યાવહારિક થવા માટે શ્રેય આપવો જોઈએ.કેવી સુબ્રમણિયમે આગળ કહ્યું કે ત્રણ સ્તરીય માળખું મહત્વનું છે. તેમના મતે સરકારની નજર તેના પર છે અને આ અંગે ટુંક સમયમાં ફેરફાર જોવા મળશે. જણાવી દઈએ કે હાલ જીએસટી સ્લેબ ૦, ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાનો છે.
આ નિવેદન તેવા સમયે આવ્યું છે યારે જૂન મહિનામાં જીએસટી કલેકશનમાં ઘટાડો નોંધાયો છે.ગત જૂન માસની વાત કરીએ તો આઠ મહીનામાં પહેલીવાર જીએસટી કલેકશન એક લાખ કરોડ પિયા ઓછું થયું છે.જેનું કારણ કોવિડ મહામારીની બીજી લહેર અને તેને અટકાવવા માટે રાયોમાં લગાવેલું લોકડાઉન હતું.તેના કારણે કારોબાર અને અર્થ વ્યવસ્થા બંને પર અસર થઈ છે.આ સમયે દરમિયાન જીએસટી કલેકશન ૯૨,૮૪૯ કરોડ પિયા હતું જે ઓગસ્ટ ૨૦૨૦ પછી સૌથી ઓછું છે.ઓગસ્ટમાં આ આંકડો ૮૬,૪૪૯ પિયા હતો.