By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: GST ૩બી રીટર્ન : બિલિંગ ડેટા આધારે સ્વચાલિત રીટર્ન સુવિધા હવે ઉપલબ્ધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > GST ૩બી રીટર્ન : બિલિંગ ડેટા આધારે સ્વચાલિત રીટર્ન સુવિધા હવે ઉપલબ્ધ
GeneralNational

GST ૩બી રીટર્ન : બિલિંગ ડેટા આધારે સ્વચાલિત રીટર્ન સુવિધા હવે ઉપલબ્ધ

HM News
Last updated: 02/10/2020 9:49 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ, તા.૨: વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા ૩બી રીટર્નનુ ફોર્મ તૈયાર ભરીને જ આપવામાં આવે તે દિશામાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે.કારણ કે વેપારીઓએ રીટર્ન ભરવામાં તકલીફ નહીં પડે તે માટે આ પ્રમાણેની કાર્યવાહી શરુ પણ કરી દેવામાં આવી છે.જેથી આગામી થોડા દિવસોમાં વેપારીઓને આ સુવિધાનો લાભ મળે તેવી શકયતા છે.

હાલમાં જીએસટીમાં ઈવેબિલ બનાવવાની કાર્યવાહી ઓનલાઇન જ કરવામાં આવે છે.તેના કારણે વેપારીઓએ કરેલા ખરીદ વેચાણની વિગતો વિભાગ પાસે હોય છે.આ વિગતોના આધારે જ જીએસટીઆર રમાં વેપારીને કેટલા રૂપિયાની ક્રેડિટ જમા છે તેની જાણકારી સરળતાથી મળી રહે છે.તેનાથી એક કદમ આગળ વધીને હવેથી વેપારીઓના જીએસટી નંબરના આધારે સમગ્ર માસ દરમિયાન કેટલા રૂપિયાની ખરીદી કરી અને કેટલા સંપિયાનુ વેચાણ કર્યું તેની વિગતો વિભાગ પાસે હોય જ છે.આ વિગતોના આધારે હવેથી જીએસટી ૩બી રીટર્નનુ ફોર્મ જ તૈયાર ભરીને આપવા માટેની નવી વ્યવસ્થા ઉભી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

વિભાગ દ્વારા વેપારીઓને જીએસટીનુ ૩બી રીટર્નનો ડેટા ભરીને આપ્યા બાદ તેમાં સુધારા વધારા કરી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે.કારણ કે કેટલાક વેપારીઓએ માલની ખરીદી કર્યા બાદ સામે વાળા વેપારીએ ભરપાઇ કરવાનો થતો જીએસટી ભરપાઇ કર્યો નહીં હોય તો વેપારી આઇટીસી કલેઇમ કરી નહીં શકે. જેથી ખરીદેલા માલની આઇટીસી કલેઈમ નહીં કરવા માટે જીએસટી ૩બી રીટર્નના ફોર્મમાં સુધારા કર્યા બાદ જ વેપારી રીટર્ન ફાઇલ કરી શકશે.કારણ કે તેમાં સુધારો કર્યા વિના વધુ આઈટીસી કલેઇમ કરવામાં આવે તો પણ વેપારીએ દંડ અને વ્યાજ ભરવાની નોબત આવે તેમ છે.જેથી સુધારા કરવાની સુવિધા આપવામાં આવનાર છે.

પીડીએફ સ્વરૂપનું રિટર્ન વેપારીને મળશે

વેપારી દ્વારા જીએસટી ૩બી રીટર્ન ભરવા માટે વેબસાઇટ પર લોગીન કર્યા બાદ પીડીએફ રુપે ૩બી રીટર્ન ભરેલુ ફોમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ ઉપરાંત શરુઆતના બેથી ત્રણ મહિના પ્રાયોગિક ધોરણે તેનો અમલ કરવામાં આવશે.જેથી વેપારીઓને તેની પુરતી જાણકારી મળી રહે તેમજ લોકોને પડતી તકલીફ પણ દુર કરી શકાય.ત્યાર બાદ તેનો અમલ કરવાની દિશામાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે

સરકારી કર્મચારીઓ માટે નવો નિયમઃ ફ્લાઈટની સૌથી સસ્તી ટિકિટ લો, 21 દિવસ પહેલા બુકિંગ કરાવો
કોરોનાથી ભારતને રૂ.9 લાખ કરોડનો ફટકો
‘NATO-રશિયા વચ્ચેનો સીધો સંઘર્ષ સર્જી શકે છે ‘ત્રીજા વિશ્વ યુદ્ધ’ની સ્થિતિ’
ભારતે ઈઝરાયલને પણ દવા મોકલી, નેતન્યાહૂએ કહ્યું- થેંક્યૂ મોદી
સુવર્ણ મંદિરને વિદેશી દાન લેવાની મંજૂરી
Share This Article
Facebook Email Print
Previous Article કેટલાક ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પણ એ શક્ય નથી : ગૃહરાજ્ય મંત્રી
Next Article અરૂણાચલ ભારતનો જ ભાગ છે : અમેરિકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up