રાજયમાં કોરોનાના કેસોમાં રાહત થતાની સાથે જ સરકારે કર્ફ્યૂની અવધિમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.સરકારે કર્ફ્યૂની અવધિમાં 1 કલાકનો ઘટાડો જાહેર કર્યો છે.રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.લોકોને કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે.રાજ્યના 36 શહેરોમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ થશે. આવતીકાલથી નવા નિયમોનું અમલીકરણ થશે.
રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાનાં આંકડાઓનો ગ્રાફ નીચે આવી રહ્યો છે.જેને લઇને હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.જેના કારણે હવે રાજ્ય સરકારે જે 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરેલ હતુ,તેના સમયમાં ફેરફાર કર્યો છે.આ પહેલા 36 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેતુ હતુ,જેમા હવે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં 36 શહેરમાં 27 મે થી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે.જણાવી દઇએ કે, રાજ્યમાં હવે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવા આંકડાઓ રોજ સામે આવી રહ્યા છે અને રોજ કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.જેને લઇને રાજ્ય સરકારે આ રાત્રિ કર્ફ્યૂનાં સમયમાં ફેરફાર કર્યો હોવાનુ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યુ છે.લોકોને કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરનાં કારણે રાજ્યમાં સંક્રમણનાં કેસો ખૂબ વધ્યા હતા. જેના કારણે રાજ્યની સરકારે આંશિક લોકડાઉન કર્યુ હતુ. જેની હવે અસર પણ દેખાઇ રહી છે.છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે.જે રાજ્ય સરકાર માટે એક મોટા સમચાર બરોબર છે. જણાવી દઇએ કે, શુક્રવારથી રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો,શોપિંગ કોમ્પ્લેક્સ,લારી-ગલ્લાને સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ છે,જેને કારણે વેપારીઓને રાહત થઇ છે.


