આજે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજુ કરવામાં આવ્યું છે.રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કરી રહ્યા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ શાસક પક્ષનું આ પ્રથમ બજેટ છે.
15મી વિધાનસભા બજેટમાં થયેલી મહત્વની જાહેરાતો
શ્રમિકોને ભોજન આપતી યોજનોના વિસ્તાર કરવાનાં આવશે.
વિધવા સહાય,વૃદ્ધ પેન્શનમાં વધારો કર્યો હતો,પ્રવાસન થકી રોજગારી સર્જન કરવાનું સરકારનું લક્ષ્યાંક છે
અન્નપુર્ણા શ્રમિક યોજનાના 150 નવા કેન્દ્રો શરુ કરાશે
મુખ્યમંત્રી આદિજાતી ઉત્કર્ષ યોજના જાહેર કરવામાં આવી છે
સ્વાસ્થ્યની વીમાની મર્યાદા પાંચથી વધારી 10 લાખ કરવામાં આવી છે.
20 હજાર નવી કોમ્પ્યુટર લેબ ઉભી કરાશે.
ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાઇબ્રેરીની રચના કરવામાં આવશે
કેશોદ એરપોર્ટ વિસ્તરણ કરવામાં આવશે અને દ્વારકામાં નવા એરપોર્ટ બનવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં નવી 198 એમ્બ્યુલન્સ માટે 55 કરોડ ફાળવાશે.
મહીસાગર,ડાંગમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના થશે
ધોલેરામાં દેશના પહેલા સેમિકંડક્ટર પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી છે.
સૌથી વધુ બજેટ શિક્ષણ વિભાગને ફાળવાયુ
રાજ્યની 6 હજાર પ્રાથમિક શાળામાં શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા 87 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નાણામંત્રીએ 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાની જાહેરાત કરી છે.
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3109 કરોડ તેમજ પ્રાથમિક શાળામાં RTE એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાઈવેટ શાળામાં અભ્યાસ માટે 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જ્યારે ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે 401 કરોડ ફાળવવામાં આવ્યા છે.