ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. 2017ની સરખામણીએ આ વખતે બંને તબક્કામાં ઓછું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 60.20 ટકા લોકોએ મતદાન કર્યું હતું,જ્યારે 5 ડિસેમ્બરે યોજાયેલા બીજા તબક્કામાં 64.39 ટકા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.ચાલો હવે જાણીએ ક્ષણે ક્ષણે મત ગણતરી સંબંધિત અપડેટ્સ…
શરૂઆતમાં ભાજપ હવે 122 બેઠકો પર આગળ છે,જેનો અર્થ છે કે તે બહુમતથી ઘણી આગળ છે. જ્યારે કોંગ્રેસે પણ જોર પકડ્યું છે અને 56 સીટો પર આગળ ચાલી રહી છે.જ્યારે AAP ત્રણ સીટો પર આગળ છે.જણાવી દઈએ કે ગુજરાતમાં કુલ 182 સીટો છે.શરૂઆતમાં, ભાજપ 130 બેઠકો પર આગળ છે, એટલે કે, તે બહુમતથી ઘણી આગળ નીકળી ગઈ છે.જ્યારે કોંગ્રેસ 47 બેઠકો પર આગળ છે. જ્યારે AAP ત્રણ સીટો પર આગળ છે.જણાવી દઈએ કે ગુજરાતમાં કુલ 182 સીટો છે.
ગુજરાતના 33 જિલ્લાની 182 વિધાનસભા બેઠકો માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે.જો કે, આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટી સાથે ત્રિકોણીય મુકાબલો મેદાનમાં ઉતર્યો હતો.મતદાન પછીના એક્ઝિટ પોલમાં ભાજપ ગુજરાતમાં સતત સાતમી વખત સરકાર બનાવવાની આગાહી કરવામાં આવી છે.ચૂંટણી પંચે માહિતી આપી હતી કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના મતોની ગણતરી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થયાના 30 મિનિટ પછી સવારે 8.30 વાગ્યે શરૂ થશે.ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સુચારુ મતગણતરી પ્રક્રિયા માટે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં બે વિશેષ નિરીક્ષકો હાજર રહ્યા છે.


