છ લાખથી વધુ ભાવિકોએ ભવનાથનો મેળો માણ્યો : દિગંબર સાધુઓ સાથે ભક્તોની સત્સંગની મોજ
જૂનાગઢ મહાશિવરાત્રી મેળો ગુરૂવારે ચોથા દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે ગત ૧૭ ફેબ્રુઆરીથી શરૂ થયેલ પરંપરાગત માહા શિવરાત્રી મેળો છ લાખથી વધુ ભાવિકો માણી ચૂક્યા છે સાથે જેનું મહાત્મ્ય છે તેવા દિગંબર સાધુઓ સાથે ભક્તો સત્સંગ ની મોજ માણી રહ્યા છે સાધુ સમાજની પરંપરા મુજબ કુલ ૧૩ અખાડાઓમાંથી મહા શિવરાત્રી મેળામાં દર વખતે ત્રણ અખાડાઓ ની મુખ્ય ભૂમિકા પરંપરાગત રીતે ચાલી આવતી હતી જેમાં આ વખતે વધુ એક કિન્નર અખાડાને સ્થાન મળ્યું છે.
શુક્રવારે મહાશિવરાત્રીના પર્વે રાત્રે નિકળનારી દિગંબર સાધુ અને સંતોની રવાડી અને રાત્રે મૃગીકુંડમાં સંતોના શાહી સ્નાન સાથે આ મેળો સંપન્ન થશે. ગુરૂવારે કથાકાર મોરારીબાપુ પણ ભવનાથ આવી પહોંચ્યા હતા. અનેક સંતો-મહંતો સાથે મુલાકાત પણ કરી હતી મોરારીબાપુ દ્વારા ગુરૂવારે ભવનાથ ક્ષેત્રમાં સોનાપુર પાસેના રસ્તાને પ્રાણલાલ વ્યાસ માર્ગ તરીકેનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું સાથે જાગને જાદવા વિડિયો આલ્બમનું પણ તેમના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
સોમનાથ મંદિર 42 કલાક ખુલ્લું રહેશે
નવગુજરાત સમય, વેરાવળ: દેવાઘિદેવ સોમનાથ મહાદેવના સાંનિઘ્યે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે. મહાપર્વ નિમિતે શુક્રવારે વ્હેલીસવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્રાર ભાવિકો માટે ખુલશે ત્યારબાદ સળંગ 42 કલાક સુઘી ખૂલ્લા રહયા બાદ બીજા દિવસે એટલે કે શનિવારની રાત્રે 10 વાગે બંઘ થશે. તા.20 થી 22 ત્રણ દિવસ મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયુ છે.