સગીરાનું અપહરણ કરનાર મધ્યપ્રદેશના રીઢા આરોપીને સુરત જિલ્લા એસઓજી ઝડપી પાડ્યો

296

મધ્યપ્રદેશનો રીઢો આરોપી ચોરી, લૂંટ, ધાડ તેમજ અપહરણના 17 ગુનામાં અગાઉ પકડાય ચૂક્યો છે

મધ્યપ્રદેશના કાકડવાથી રીઢો આરોપી 16 વર્ષીય સગીરાને માતા પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને કડોદરા ખાતે લઈ આવ્યો હતો. આ શખ્સ અલગ અલગ વિસ્તારમા રહી મીલોમાં છૂટક મજૂરી કરી નાસતો ફરતો હતો. આ રીઢા આરોપી અગાઉ ચોરી તેમજ ધાડના 17 ગુનામાં પકડાય ચૂકેલ છે. આ રીઢા આરોપીને સુરત જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ તાતીથૈયા ખાતેથી ઝડપી પાડ્યો હતો. અને આ આરોપી તેમજ સગીરાનો કબ્જો મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળે છે.
આ અંગે મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના કાકડવાથી એક રીઢો આરોપી 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી માતા પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો. જેથી આ રીઢો આરોપી કડોદરા વિસ્તારમાં હોવાની બાતમી મળતા સુરત જિલ્લા એસઓજી પોલીસ તેમજ મધ્યપ્રદેશ પોલીસ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતાં આ રીઢા આરોપીને તાતીથૈયા ગામે ભાસ્કર સીલ્કમીલની પાછળના ભાગેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખ્સનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મહેન્દ્ર નવલસિંહ બામણીયા (34) (રહે, કરચટ, જી-ધાર, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યુ હતું. આ શખ્સ પંદર દિવસ અગાઉ મધ્યપ્રદેશથી સગીરાનું અપહરણ કરી કડોદરા ખાતે લઈ આવ્યો હતો. અને અલગ અલગ વિસ્તારમાં રહી મીલોમાં છૂટક મજૂરી કરી નાસતો ફરતો હતો. પકડાયેલ રીઢો આરોપી અગાઉ ગુજરાત રાજ્યના દાહોદ તથા મધ્યપ્રદેશ રાજ્યના પેટલાબદ, કાકણવાણી, એરોડ્રમ, ઈન્દોર, લસુદીયા, મોરી, ટાન્ડા, વામ, કુકશી, મનાદર, રાજદા પોલીસ સ્ટેશનમાં અનેક ચોરી, ધાડ, લૂંટ તથા અપહરણ જેવા અલગ અલગ કુલ 17 ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે. આ આરોપીને ધાર જીલ્લામાં હિસ્ટ્રીશીટર તરીકે જાહેર કરેલ છે. એસઓજી પોલીસે પકડાયેલ શખ્સ તેમજ સગીરાનો કબ્જો મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળે છે.

Share Now