અમદાવાદ : ગુરૃવાર : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ૫૦૦ મેગાવોટ વિન્ડ પાવર અને ૧૦૦ મેગાવોટ સોલાર પાવર ખરીદવા માટેના ટેન્ડર મંગાવ્યા છે.રિન્યુએબલ એનર્જીના ૧૨૨૬૮ મેગાવોટ પાવરની ખરીદી માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરી લીધા બાદ પણ આ નવી ખરીદી કરવા માટે ટેન્ડર મંગાવ્યા તેથી પાવર સેક્ટરમાં આશ્ચર્યની લાગણી પણ ફેલાઈ છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલએ તાજેતરમાં જ પાવરની ખરીદી માટે જાહેરાત બહાર પાડી છે.આ સાથે જ વીજ ઉર્જાનું મેનેજમેન્ટ કરવામાં જીયુવીએનએલ આડેધડ અને અવિચારી પગલાં લઈ રહ્યું હોવાનું ફરી એકવાર પ્રસ્થાપિત થઈ રહ્યું છે.વીજ પુરવઠો સસ્તા ભાવે,સ્થિર અને સંગીન રહે તેવા આયોજન જીયુવીએનએલ પાસે ન હોવાનું જણાય છે.
ગુજરાતમાં સરેરાશ ૨૫૦૦ મેગાવોટ વિન્ડ પાવર જનરેટ થાય છે.તેની સામે સૌર ઉર્જા,બાયોમાસ અને મિનિ હાઈડ્રો પાવર પ્લાન્ટના માધ્યમથી ૧૦૦૦ મેગાવોટ વીજળી પેદા થાય છે.રિન્યુએબલ એનર્જી ઓછી પેદા થાય છે તેનું કારણ આપતા પાવર સેક્ટરના નિષ્ણાત કે.કે.બજાજ કહે છે કે પવનની જોઈએ તેટલી સ્પીડ ન હોવાને કારણે વિન્ડ પાવર ઓછો જનરેટ થઈ રહ્યો છે.તેમ જ સોલાર પેનલ લગાવવામાં આવી છે તે વિસ્તારોમાં વાદળીયું વાતાવરણ રહેતું હોવાથી સોલાર પાવર પણ અપેક્ષા કરતાં ઓછો જનરેટ થઈ રહ્યો છે.વિન્ડ એનર્જી સસ્તી છે.તેના થકી પેદા કરવામાં આવતી વીજળીનો યુનિટદીઠ રૃ.૩.૫૨નો ખર્ચ આવે છે.બીજીતરફ સૌર શક્તિથી એટલે કે સૂર્યની ગરમીથી પેદા કરવામાં આવી રહેલી વીજળીનો સરેરાશ ઉત્પાદન ખર્ચ રૃ. ૪.૯૯નો આવે છે.સોલાર પાવર માટે ભૂતકાળમાં યુનિટદીઠ રૃા.૧૪થી વધુના ભાવે અને થોડા મહિના પૂર્વે યુનિટદીઠ રૃા.૨.૬૫ના ભાવે સોદા થયા હોવાથી તેની સરેરાશ કિંમત રૃા.૪.૯૯ની આવે ચે.સૌર ઉર્જાથી વીજળી પેદા કરવાનો ખર્ચ રૃ.૪.૯૯ હોવા છતાંય તે સસ્તી છે.કારણ કે તેના ઉત્પાદકનો ફિક્સ કોસ્ટ તરીકે કંઈ જ ચૂકવવું પડતું નથી.તેમ છતાંય ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તેની પાસેથી વધારે વીજળી કેમ ખરીદતું નથી તે એક નવાઈ પમાડે તેવી અને આઘાતજનક બાબત છે.