નવી દિલ્હી, તા.12 એપ્રિલ 2020, રવિવાર
– પ્રાઈવેટ સેક્ટરના સૌથી મોટા બેન્કિંગ ગ્રૂપ પૈકીના એક HDFC લિમિટેડમાં ચીનને પડેલો રસ આજકાલ માર્કેટમાં ચર્ચાનો વિષય છે.
માર્ચ મહિનાના ક્વાર્ટરમાં ચીનની કેન્દ્રીય બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ એચડીએફસીના 1.75 કરોડ શેર ખરીદયા છે.આમ HDFC ના કુલ શેરમાં ચીનની બેન્કનો હિસ્સો એક ટકા કરતા વધારે થયો છે.
એવુ મનાય છે કે, આ શેર જાન્યુઆરીથી માર્ચ મહિનાની વચ્ચે ખરીદવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સપ્તાહથી HDFC ના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. કિંમતોમાં 41 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
HDFC બેન્કના સત્રોના કહેવા પ્રમાણે માર્ચ 2019 સુધી ચીન પાસે HDFCના 0.80 ટકા શેર હતા. પીપલ્સ બેન્કે કરેલી નવી ખરીદીથી તેનો હિસ્સો 0.20 ટકા વધી ગયો છે.એશિયાના મોટા અર્થતંત્રોના શેરબજારમાં કોરોનાના કારણે ભારે ઘટાડો થયો છે ત્યારે ચીને તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની નીતિ અપનાવી છે.