– આપત્તીજનક રંગરેલીયાનો વાયરલ વિડીયોથી પૂર્વ પટ્ટી સહિત સમગ્ર જિલ્લાના રાજકારણમાં ઉત્તેજના
– નિકોરા ફાર્મ હાઉસની કામલીલા,મહિલા આગેવાનની પ્રેમી સાથે પ્રેમલીલા બાદ વધુ એક વિડીયો ફરતો થતા અનેક તર્કવિતર્ક
– ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી ટાણે જ કથિત વિડીયોથી રાજકારણ અને વ્યક્તિગત છબી કાલીમા ફેરવાઈ
એકતરફ લોકસભાની ચૂંટણીનો ગરમાવો અને બીજી તરફ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવા પ્રમુખ,ઉપપ્રમુખના ચયન સમયે જ ભરૂચ ભાજપના એક નેતાનો કામલીલાનો વિડીયો વાયરલ થતા ભાજપ પક્ષની પ્રીતિષ્ઠાના પણ લીરે લીરા ઉડી રહ્યાં છે.ભરૂચ જિલ્લા ભાજપમાં શિષ્ટાચાર,સંસ્કારના ધજાગરા ઉડાવતી ત્રીજી ઘટના સામે આવી છે.જેને પક્ષની પ્રતિષ્ઠાને પણ શર્મસાર કરી દીધી છે.પેહલા ભરૂચ ભાજપના આગેવાનોનું પૂર્વ પટ્ટીના નિકોરા ફાર્મ હાઉસમાં રંગરેલીયા બાદમાં મહિલા આગેવાનનો પ્રેમી સાથે પ્રેમાલાપ અને હવે એક આગેવાનનો અંગત પળો માણતો કથિત વાયરલ થયેલો વિડીયો સામે આવ્યો છે.આ નેતા હંમેશા વિવાદો ઉભા કરતા અને ચર્ચામાં રહેતા એક ધાર્મિક સંપ્રદાય સાથે પણ જોડાયેલો છે.વાયરલ થયેલા વિડીયોમાં એક મહિલા જોડે આ નેતા કામલીલા કરતો નજરે પડી રહ્યો છે.જે વિડીયો વાયરલ થવા સાથે જ રાજકારણ અને ભાજપ બંને જ સર્મસાર થઈ ગયા છે.વિડીયો વાયરલ થયા બાદ તેમાં કથા કથિત નેતા અદ્રશ્ય થઈ ગયા હોવાની વાતો પણ સામે આવી રહી છે.
બીજી તરફ ભરૂચ તાલુકા પંચાયતમાં સંભવિત પ્રમુખ કે ઉપપ્રમુખના દાવેદાર આ નેતા હોય અને તેની જાહેરાત પેહલા જ આ વીડિયો વાયરલ થતા અંદરના જ કોઈ વિરોધીઓએ આ સેક્સ વિડીયો વાયરલ કરવાનું કાંડ આચર્યા હોવાનો ગણગણાટ ભરૂચમાં ચર્ચાની એરણે છે.જોકે સભ્ય સમાજને પણ શોભમાં મૂકી દે એવા આ વાયરલ સેક્સ વિડિયોને લઈ ભાજપ મોવડી મંડળ શું કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું.
અત્રે નોંધનીય છે કે ભાજપના આ યુવા નેતાનો વિડિઓ ગઇકાલ રાતથી જ વાઇરલ થયો છે અને હાલના ભરૂચના ધારાસભ્ય અને જંગી બહુમતીથી જીત નોંધાવી ચૂકેલા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના ગ્રુપ સાથે સંકળાયેલા છે.અગાઉ આ સેક્સકાંડ ફ્રેમ નેતા અદ્દલ કોંગ્રેસી હતા પરંતુ પ્રજા જાણે છે તેમ રાજકારણમાં કશુ સ્થિર નથી હોતું,એમ આ મહાશયે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી વિજય મેળવ્યો હતો અને ત્યારબાદ ભાજપનો ખેસ ધારણ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.આજે સવારે જ ભરૂચ જિલ્લા પંચાયતના મેન્ડેટ મુજબ નેતાને પ્રમુખ પદનો તાજ પહેરવામાં આવ્યો છે પરંતુ હવે સેક્સ વિડિઓ વાઇરલ થતા ભાજપ નેતાગીરી શોભજનક સ્થિતિમાં મુકાઈ હોવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે.વિડીઓમાં જે મહિલા છે તે પણ ભાજપના જ આગેવાન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.એક તરફ ભાજપમાં વિવાદો શમવાનું નામ નથી લઇ રહ્યા ત્યાં હવે જિલ્લા પંચાયત પ્રમુખનો વિડિઓ વાઇરલ થતા આંતરિક રાજકારણ પણ ગરમાયું છે.ભાજપના ટોચના નેતાઓ સુધી વાત પહોંચી ચુકી છે ત્યારે આવનારા દિવસોમાં પ્રમુખપદ યથાવત રહેશે કે છીનવાઈ જશે તે જોવું રહ્યું.વધુમાં આ વિડિઓ એટલી હદે અશ્લીલ છે કે તેને વાંચકો અને દર્શકો સમક્ષ દર્શાવી શકાય એમ નથી.જાણકારો કહી રહ્યા છે કે આ વિડીયો જે મહિલા આગેવાન છે તેને જ શૂટ કર્યો છે અને આ નેતા સાથે તેમના પ્રેમ સંબંધ હોવાનું પણ જણાવા મળ્યું છે.