મુન્દ્રા બંધુ,લૂંગીબંધુ,ઇમ્તિયાઝ,પલ્લા,અગ્રવાલ,સોની,અશોક,રમીલાબેન,મનસુખ,માલવીયા,કમલેશ કુમાર,જુલીબેન,ભાવેશ રાઠોડ જેવા અનેક બોગસ કંપનીઓ બનાવી કૌભાંડ કરનારાઓ સામે તવાઇ આવશે.
આ તમામ કંપનીઓ સીજીએસટીની રડાર : કરીમ ટ્રેડર્સ,રોઝ ગોલ્ડ,ગ્યાન ઇમ્પેક્ષ,અશોક ક્રિએશન,દિલીપ ઓવરસેસ,પૂનમ ક્રિએશન,ગ્યાન ઇમ્પેક્ષ,રવિ ટેક્ષટાઇ,તાનીયા ઇમ્પેક્ષ,સન એક્ષર્પોટ,અક્ષર એન્ટરપ્રાઇઝ,પ્રેમ ઇન્ટરનેશન એન્ડ ઇ.એસ.કે. ફેશન, એસ.આર.ઇન્ટરનેશન,સાંઇ ફેશન
સુરત, તા.૦7 : સમગ્ર ગુજરાતમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડ કરનાર કૌભાંડીઓને દબોચવા સીજીએસટીએ ગુજરાતને ટ્રાર્ગેટ કરી જુદા જુદા શહેરમાં કૌભાંડીઓની દબોચવા દરોડા પાડવામાં આવી રહ્યા છે.ભાવનગરમાં કૌભાંડીઓની ધરપકડ બાદ અમદાવાદ અને હવે સુરત પણ સીજીએસટીના નિશાના પર આવી ચુક્યું છે.સુરતમાંથી લગભગ ૨૦ થી વધુ કૌભાંડીઓને દબોચવા સીજીએસટીએ તૈયારી શરૂ કરી દીધી છે.
ગુપ્ત સુત્રોના જણાવ્યા પ્રમાણે મુન્દ્રાબંધુ,લૂંગીબંધુ,ઇમ્તિયાઝ,પલ્લા,અગ્રવાલ,સોની,અશોક,રમીલાબેન,મનસુખ,માલવીયા,કમલેશ કુમાર,જુલીબેન,ભાવેશ રાઠોડ સહિતના કૌભાંડીઓએ અનેક બોગસ કંપનીઓ બનાવી કૌભાંડો કરનારાઓ હવે ભુર્ગભમાં ઉતરી ગયા છે.જીએસટી વિભાગના કોઇ અધિકારીઓ દ્વારા માહિતી બહાર પાડી દીધી હોવાની વિગતો જાણવા મળી છે.હવે ભાવનગર બાદ કૌભાંડી ટાટાના તમામ મળતીયાઓ પર તવાઇ શરૂ થઇ ગઇ છે.આવનાર દિવસો બોગસ બિલિંગ કૌભાંડીઓ માટે ખરાબ દિવસોની શરૂઆત થઇ ચુકી છે.
ભાવનગરના ટાટા સાથે સુરતના મુન્દ્રા બંધુએ કૌભાંડ ૧૦૦ કરોડને પાર કર્યુ
– જીએસટીની હાથે પકડાઇ ચુકેલો કૌભાંડી મુદ્રાએ ફરી ૧૦ બોગસ કંપનીઓ ઉભી કરી.
– હાલ સીજીએસટી દ્વારા સુરતમાં કૌભાંડીઓને દબોચવામાં સફળતા મળે તો ગુજરાતનો સૌથી મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
ભાવનગરમાં સીજીએસટી દ્વારા કૌભાંડીઓને દબોચવાનો શરૂ કરાતા અન્ય શહેરના કૌભાંડીઓ ભુર્ગભમાં ઉતરી ગયા છે.ભાવનગરના ટાટાને બોગસ આઇસીઓ સપ્લાઇ કરનાર અને કરોડો રૂપિયાના બોગસ બિલો સુરતથી ભાવનગર મોકલી અને ખોટી વસ્તુઓ એક્ષપોર્ટ કરી કરોડો રૂપીયાનો કૌભાંડ કરનારા ટાટા અને મુન્દ્રા બંધુએ અનેકવાર ધરકપડથી બચવામાં સફળતા મેળવી છે.


