By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: HM XCLUSIVE : સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના સ્વિમિંગપુલમાં સ્નાન કરતા ફોટા વાઇરલ થતા ફેલાઈ રાજકીય સનસની !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > HM XCLUSIVE : સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના સ્વિમિંગપુલમાં સ્નાન કરતા ફોટા વાઇરલ થતા ફેલાઈ રાજકીય સનસની !
GeneralGujarat NowPolitics

HM XCLUSIVE : સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના સ્વિમિંગપુલમાં સ્નાન કરતા ફોટા વાઇરલ થતા ફેલાઈ રાજકીય સનસની !

HM News
Last updated: 25/08/2022 9:27 AM
HM News
3 years ago
Share
SHARE

– ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પૂર્વ ચેરમેન રમણ જાનીએ ફોટા વાઇરલ કર્યા હોવાના આક્ષેપ વચ્ચે આંતરિક રાજકારણ પણ ગરમાયું
– હવે સંદીપ દેસાઈનું પ્રમોશન કે ડિમોલિશન થશે તેને લઇ ચર્ચાઓ શરુ !
– હાલમાં જ બે મંત્રીઓના ભાજપે હોદ્દા છીનવ્યા ત્યારે સી.આર પાટીલ જૂથના સંદીપ દેસાઈના ફોટો સોશ્યિલ મિડિયામાં વાઇરલ થતા દેસાઈ વિરુદ્ધના જૂથમાં ખુશીનો માહોલ !

સુરત,તા : 25/08/2022,ગુરુવાર : ( એડિટર જિગર વ્યાસ ) સુરત જિલ્લા ભાજપના કાર્યાલયના ઉદ્દઘાટન પૂર્વે જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈને લઇ વિવાદ સર્જાયો છે.શિસ્તબદ્ધ અને પ્રામાણિક પાર્ટીની ઇમેજ ધરાવતી ભાજપમાં હવે પહેલા જેવી છબી ધરાવતા નેતાઓના સ્થાને અનેકવાર કોઈને કોઈ વિવાદમાં સપડાયેલાં રહેતા નેતાઓનો રાફડો ફાટ્યો છે.હવે જિલ્લા ભાજપના સર્વેસર્વા બની બેઠેલાં પ્રમુખ સંદીપ દેસાઈ અને ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના સ્વિમિંગ પુલમાં આનંદની પળો માણતા ફોટા વાઇરલ થતા ભાજપ સહીત સમગ્ર જિલ્લામાં ખળભળાટ વ્યાપી ગયો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લાં ઘણાં સમયથી શહેર ભાજપમાં અને જિલ્લા ભાજપમાં અવારનવાર વિવાદો બહાર આવી રહ્યા છે,જેમાં વધુ એક ઉમેરો થતા આ વેળા જિલ્લા ભાજપ પ્રમુખ જ સાણસામાં આવી ગયા છે.સંદીપ દેસાઈ અને મહિલા પુણા વિસ્તારના પૂર્વ મહિલા કોર્પોરેટરના સ્વિમિંગ પુલમાં સ્નાન કરતા અને આનંદની પળો વિતાવતા ફોટા સોશ્યિલ મિડિયામાં વાયુગતિએ પ્રસરી રહ્યા છે.આ ફોટામાં સંદીપ દેસાઈ અને મહિલા કોર્પોરેટર કોઈ ફાર્મ હાઉસના સ્વિમિંગપુલમાં ગપશપ કરતા અને હસતા જોવા મળી રહ્યા છે.હાલમાં જ બારડોલી ખાતે પાત્રા લેવા ગયેલી મુંબઈની મહિલાની કોઈ વ્યક્તિએ છેડતી કરી હતી જેમાં ભાજપના અન્ય એક નેતા પર આરોપ લાગ્યા હતા જે બાબતના પડઘાં હજી શમ્યાં નથી ત્યાં સીધેસીધા જિલ્લા ભાજપ પ્રમુખ કોઈ રાજકીય હિતશત્રુની અડેફેટે ચડી ગયા હોવાનું વાઇરલ ફોટાની ઘટનાથી લાગી રહ્યું છે.હંમેશા હસતા અને લોકોને હસાવતા જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ સાથે સ્વિમિંગ પુલમાં સ્નાન કરી રહેલી મહિલા ભાજપના પૂર્વ કોર્પોરેટર હોવાનું કહેવાઈ છે અને ફોટા વાઇરલ થતા રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે.ખુદ ભાજપના આંતરિક સંગઠનમાં ખુશમિજાજ વ્યક્તિત્વ ધરાવતા સંદીપ દેસાઈના કેરક્ટરને લઈને પણ તરહ તરહની વાતો ફેલાઈ રહી છે અને ચર્ચાઈ રહી છે !!

બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ કાર્યાલયનું આજે સવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ હસ્તક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એ પૂર્વે જ જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈના સ્વિમિંગ પુલમાં સ્નાન કરતા ફોટા વાઇરલ થતા ભારે રાજકીય ઉથલપાથલ મચી છે.ખુદ ભાજપના અને અન્ય વોટ્સએપ ગ્રુપમાં ફોટા વાઇરલ થઈ રહ્યા છે અને જાણકાર સૂત્રોના મતે સંદીપ દેસાઈના અને પૂર્વ મહિલા કોર્પોરેટરના ફોટા છેક ઉપર સુધી પ્રદેશ કક્ષાના મંત્રીઓ અને અન્ય ભાજપના કદાવર રાજનેતાઓ સુધી પણ પહોંચી ચુક્યા છે.દેસાઈનું અસ્થાયી કાર્યાલય બેંક છે.આ જ ડિસ્ટ્રિક્ટ બેન્કમાં AC ચેમ્બરમાં ઠંડી હવા ખાતા જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈને હાલના આ ખાનગી એપિસોડને લઇ ખુશનુમા વાતાવરણમાં પરસેવો વળી રહ્યો હશે એવી શક્યતા દેખાઈ રહી છે.
(SOURCE-WHATSAPP-VIRAL-IMAGE )
આ બાબતે સંદીપ દેસાઈએ એક અખબારને જણાવ્યા અનુસાર APMCના પૂર્વ ચેરમેન રમણ જાનીના પુત્ર મુકેશ જાનીએ પ્રવાસ ગોઠવ્યો હતો,જેમાં અન્ય 15-20 નજીકની વ્યક્તિઓ પણ ત્યાં હતી પરંતુ વાઇરલ ફોટામાં સંદીપ દેસાઈની નજીકમાં સ્વિમિંગ પુલમાં માત્ર મહિલા જ નજરે પડે છે જેને લઇ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.આ ઉપરાંત દેસાઈએ મિડિયાને જણાવ્યું કે આ આખું કાવતરું રમણ જાની પ્રેરિત છે અને તમેને ધમકીભર્યા પત્ર પણ રમણ જાની તરફથી મળ્યા છે.આ બાબતે હિન્દુસ્તાન મિરર દ્વારા રમણ જાનીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં તેમને જણાવ્યું કે સંદીપ દેસાઈ તેમના પુત્ર સમાન છે અને હું કયારે પણ નેગેટિવ બાબતોમાં પડતો નથી તેમજ આ ફાર્મ હાઉસ કે સ્થળ કયું છે એ બાબતે પુછાતા તેમણે જણાવ્યું હતું કે આ ફાર્મ હાઉસ મારુ નથી અને તમારે એટલે કે (હિન્દુસ્તાન મિરર )એ કે
અન્ય કોઈએ મારી જગ્યા જોવી હોઈ તો હું સાથે લઇ જવા તૈયાર છું.તેમજ આ જગ્યા સંભવતઃ કામરેજ નજીક મોરથાના સ્થિત હોવાનું મનાઈ રહ્યું છે જેને લઇને પણ તેઓ કશું જાણતા ન હોવાનું જણાવ્યું છે.ત્યારે હવે યજ્ઞ પ્રશ્ન એ છે કે શું સંદીપ દેસાઈ અને પૂર્વ મહિલા કોર્પોરેટર જે સ્વિમિંગ પુલમાં સ્નાન કરી રહ્યા છે તે પ્રવાસે એકલા ગયા હતા ? કે જેમ દેસાઈએ રમણ જાની પ્રેરિત આ આખું ષડ્યંત્ર તેમને બદનામ કરવા કરાયું હોવાનો આક્ષેપ છે તે બાબતે ઘણી બધી શંકાઓ હાલના તબબકે સ્થાન લઇ ચુકી છે.

વાઇરલ ફોટા અંગે હિન્દુસ્તાન મિરર દ્વારા જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈનો પક્ષ જાણવા સંપર્ક કરાયો હતો પણ તેમને ફોન રિસીવ કર્યો ન હતો.પૂર્વ મહિલા કોર્પોરેટર સાથેના વાઇરલ ફોટાને લઇ ભાજપના જ આંતરિક વર્તુળમાં ખાસ્સી ચર્ચાઓ ચાલી રહી છે આ ઉપરાંત ભાજપ હાઇકમાન્ડ અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભા અગાઉ ગુજરાત ઉપર બાજનજર રાખી રહ્યા છે ત્યારે સી.આર પાટીલના ખુબ જ નજીકના સંદીપ દેસાઈના સ્વિમિંગ પુલમાં સ્નાન કરતા ફોટા વાઇરલ થયા છે જેને લઇ ભાજપમાં હડકંપ મચ્યો છે.શું સંદીપ દેસાઈને આ બાબતે પ્રમોશન કે ડિમોલિશન મળશે ? જેને લઈને પણ સામાન્ય પ્રજામાં અને ભાજપમાં ચર્ચા છેડાઈ છે.


(SOURCE-WHATSAPP-VIRAL-IMAGE )

અત્રે નોંધનીય છે કે આજરોજ બારડોલી ખાતે ભાજપના કાર્યાલયના ખાત મૂર્હતનો પ્રસંગ યોજ્યો હતો જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ,મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,કેબિનેટ મંત્રીઓ કનુભાઈ દેસાઈ,મુકેશ પટેલ,સાંસદ પ્રભુ વસાવા,જિલ્લા પ્રભારી ભરત રાઠોડ,ધારાસભ્ય ગણપત વસાવા,ઈશ્વર પરમાર,મોહન ઢોડિયા,નરેશ પટેલ હાજર રહ્યાં હતા ત્યારે ગઈકાલે પૂર્વ સંધ્યાએ જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈના એક અખબારના માધ્યમથી ન્યૂઝ વાઇરલ થઇ રહ્યા છે અને સોશ્યિલ મિડિયામાં પણ આ ફોટો ફરી રહ્યા છે.વધુમાં આજરોજ સંદીપ દેસાઈના લાજપોર સ્થિત પેટ્રોલપંપનું પણ ઉદઘાટન મંત્રી સમક્ષ થવાનું છે એવી માહિતી પ્રાપ્ત થઇ છે પરંતુ પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે સંદીપ દેસાઈના ફોટા વાઇરલ થતા હાલના તબબકે ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.
(SOURCE-VIRAL-WHATSAPP-IMAGE-FROM-UNKNOWN-NUMBER )
અગાઉ જિલ્લામાં જીતેન્દ્રસિંહ વાંસીયા કે જેઓ બારડોલી તાલુકા પ્રમુખ સાથે પણ મહિલાને છેડતી કરાયાનો આક્ષેપ થયો હતો તેમજ ભાજપના બારડોલીના કોર્પોરેટર દક્ષેશ શેઠનો સેક્સ વિડિયો પણ વાઇરલ થયો હતો
ત્યારબાદ ચોર્યાસી તાલુકા પંચાયતના વેન ચલાવતા પ્રમુખ આસ્તિક પટેલનો પણ કોઈ મહિલા સાથે વિડિઓ વાઇરલ થયો હતો અને હાલમાં બારડોલી ભાજપ કાર્યાલય નીચે ભાજપના એક નેતા વિરુદ્ધ પણ મહિલાએ છેડતીનો આક્ષેપ લગાવ્યો છે જે પોલીસ તપાસ હેઠળ છે અને આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈના પૂર્વ કોર્પોરેટર સાથે ફોટા વાઇરલ થતા રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે.ભાજપમાં વિધાનસભા અગાઉ હાઇકમાન્ડે હાલમાં જ બે મંત્રીઓના હોદ્દા છીનવી લીધા છે જેને લઇ ભારે રાજકીય ઉથલપાથલ મચી જવા પામી છે.આ ઉપરાંત વધુ 3 થી 4 મંત્રીઓ પાસેથી પણ ચાર્જ લઇ લેવાશે એવી ચર્ચા ખુદ કમલમ ગાંધીનગરથી સ્વર્ણિમ સંકુલ અને સામાન્ય પ્રજા તેમજ વિપક્ષમાં ચર્ચાઈ રહી છે ત્યારે સંદીપ દેસાઈના વાઇરલ ફોટોને લઇ ફરી એક વાર સ્વચ્છ અને કેડર બેઝ પાર્ટીમાં ભારે અંધાધુંધી મચવાના અણસાર દેખાઈ રહ્યા છે.

આમ પણ વર્તમાન સ્થિતિએ વિધાનસભા અગાઉ ભાજપ હાઇકમાન્ડ વધુ સક્ષમતા દાખવી નિર્ણયો લઇ રહી છે જેમાં આઈબીના ઇનપુટ્સ સીધા દિલ્હી પોહંચી રહ્યા છે ત્યારે જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈના વાઇરલ ફોટોને લઇ રાજકીય સનસની ફેલાઈ છે તો શું આ બાબતે બાંધછોડ કરવી ભાજપને પોષાશે ? તે બાબતે જોવું રહ્યું.વુમન એમ્પાવરના દૌરમાં જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈનો ફોટો વાઇરલ થયા બાદ હવે આગામી દિવસોમાં વિડિઓ પણ બહાર આવે એવી શક્યતા હોવાનું પણ જાણવા મળ્યું છે!!

આરોપ પ્રત્યારોપ વચ્ચે એપીએમસીના પૂર્વ ચેરમેન રમણ જાનીના ફાર્મ હાઉસના ફોટા પણ વાઇરલ

આ લખાઈ રહ્યું છે ત્યાં સંદીપ દેસાઈ પર લાગેલા આક્ષેપ સામે રમણ જાનીના ફાર્મ હાઉસ ખાતે ભાજપની એક પૂર્વ મહિલા મંત્રી સાથેના ફોટા પણ વાઇરલ થયા હોવાનું જાણવા મળ્યું છે.ફેશબુક ઉપર સંદીપ દેસાઈના ફોટા વાઇરલ થયા બાદ હવે રમણ જાનીના ફોટા વાઇરલ થતા આંતરિક વિખવાદ સપાટીએ આવી ચુક્યો છે.સંદીપ દેસાઈ અને રમણ જાની વચ્ચે એપીએમસી માર્કેટનો વિવાદ હમણાં મહિના અગાઉ જ શાંત થયો હતો જેમાં બંને પક્ષે એકબીજા પર અનેક આરોપો લાગ્યા હતા ત્યારે હવે સંદીપ દેસાઈના ફોટો બાદ રમણ જાનીના ફોટા પણ વાઇરલ થતા જિલ્લા ભાજપની રાજકીય ઇમેજ ખરડાઈ રહી છે.

( નોંધ : હિન્દુસ્તાન મિરર અખબાર અને ન્યૂઝ પોર્ટલ વાઇરલ ફોટા અમેરિકાના છે કે સ્થાનિક કોઈ ફાર્મ હાઉસના તેમજ ક્યાં સમય-સ્થાનના છે તેને લઇ કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતુ નથી.ઉપરાંત ફોટા મોર્ફ છે કે સાચા તે અંગે પણ કોઈ જ પુષ્ટિ કરતું નથી.અમારી સમક્ષ જે આધારભૂત માહિતી કે સ્તોત્ર ઉપલબ્ધ હોય છે એના થકી જ અમે પ્રજા સમક્ષ નિષ્પક્ષ અને ન્યાયિક સમાચાર પ્રસ્તુત કરીએ છે. )

મોદી સરકારના કામથી કેટલા ખુશ છે દેશના નાગરિકો: સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
મોટો ખુલાસો/ સારા અલી ખાન ઉપરાંત આ 4 સેલેબ્સ પણ છે રિયાની ‘ડ્રગ્સ સ્ટોરી’નો ભાગ, આ રહ્યા નામ
એશિયા કપ હોકી : ભારતીય મેન્સ ટીમનો જાપાન સામે ૨-૫થી પરાજય
સૌનો સાથ સૌનો વિકાસ પણ બારડોલી પાલિકામાં ભાજપના આંતરિક જૂથવાદ વચ્ચે શાસનના 5 વર્ષ ખેંચતાણમાં જ પૂરા થયા
ગરમીમાં ખત્મ થઈ જશે કોરોના વાયરસ?
Share This Article
Facebook Email Print
Previous Article પાડાના વાંકે પખાલીને ડામ ! મેહુલ બોધરાના હુમલાને લઇ પોલીસ વિભાગ હરકતમાં : સુરતમાં વધુ 80 GRD જવાનોને છુટા કરાયા
Next Article જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈના વાઇરલ ફોટો મુદ્દે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યું મોટું નિવેદન : જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up