અમદાવાદ : ગુજરાતના સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા કેસમાં કેટલીક માહિતી આપવા ગૌરવ દહિયા મીડિયા સામે આવ્યા હતા.તેઓએ મહત્વની માહિતી આપતા જણાવ્યું કે,આ કેસમાં 15 દિવસથી ઘણી નવી બાબતો સામે આવી છે.નીલુ સિંગ નામના બહેને જે આક્ષેપ કર્યા છે તે ખોટા સાબિત થયા છે.જુલાઈ 2019 માં આ તપાસની શરૂવાત થઈ હતી.હવે તેમાં ષડયંત્રનો મામલો પણ સામે આવ્યો છે.નીલુ સિંગ રૂપિયા પડાવવા માંગતી હતી.
આ કેસ અંગેની માહિતી આપતા હિતેશ ગુપ્તાએ જણાવ્યું કે,નીલુએ ગૌરવ દહિયા પાસેથી 20 કરોડ રૂપિયા અને દિલ્હીમાં એક બંગલો માગ્યો હતો.તે આત્મહત્યાની ધમકી આપી ગૌરવ દહિયાંને બ્લેકમેલ કરતા હતા.દિલ્હી ખાતે તપાસમાં સામે આવ્યું છે કે,નીલુ સિંગ નામની યુવતીએ પોતાના પૂર્વ પતિ કુલદીપ દિનકર સાથે મળી આખું ષડયંત્ર રચ્યું છે.કુલદીપ દિનકર અને નીલુ સિંગે ગાઝિયબાદ ખાતે લગ્ન કર્યા એ પુરાવા મળ્યા છે.કેટલાક વ્યક્તિઓ અને અધિકારીઓ જે ગાંધીનગરમાં છે, તે પણ નીલુ સિંગ સાથે છે તેવું પણ સામે આવે છે.નીલુ સિંગે અમદાવાદ આવી ત્યારે એક વૈભવી કલબમાં તેની રોકાવાની વ્યવસ્થા કરી હતી.
તેમણે વધુ માહિતી પતા કહ્યું કે,ગૌરવ દહિંયાએ 2 કરોડ 5 લાખનો બદનક્ષીનો દાવો કર્યો છે.જેમાં તમામ સોશયલ મીડિયા પ્લેટફોર્મ પરથી નીલુ સિંગ દ્વારા મૂકવામાં આવેલ પોસ્ટ અને ટિપ્પણી દૂર કરવામાં આવે. હાલ નીલુ સિંગ નેપાળ ભાગી ગઈ હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.ડોકટર ગૌરવ દહિંયાને ફરીથી ફરજ પર લાવવામાં આવે.કોરોના જેવી સ્થતિમાં તેમને ફરીથી લાવવામાં આવે.તેમને પોલીસ તપાસમાં સહકાર આપ્યો છે.ત્યારે તેમની પરની કાર્યવાહી ડ્રોપ કરવામાં આવે.દિલ્હી હાઇકોર્ટના હુકમને અમે ગુજરાત સરકારના ધ્યાને દોરશું.