– ICMRએ કોરોનાની વેક્સીન બનાવવા માટે ભારત બાયોટેક સાથે હાથ મિલાવ્યા
નવી દિલ્હી : દુનિયાભરમાં કોરોનાની દવા શોધવાના પ્રયાસ થઈ રહ્યા છે.ભારતમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ (બીબીઆઈએલ)ની સાથે હાથ મિલાવ્યા છે.બંને સંસ્થા હવે સાથે મળીને સ્વદેશી દવા અથવા વેક્સીન તૈયાર કરવા પર કામ કરશે.
કોરોનાની વેક્સીન વિકસિત કરવા માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) પૂણેમાં અલગ કરવામાં આવેલા વાયરસ સ્ટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે.આઈસીએમઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે,એનઆઈવીમાં અલગ કરાયેલા વાયરસ સ્ટ્રેનને સફળતાપૂર્વક બીબીઆઈએલને મોકલવામાં આવ્યો છે.હવે વેક્સીન તૈયાર કરવા પર કામ કરવામાં આવશે.
આઈસીએમઆરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે,બંને સહયોગીઓ વચ્ચે વેક્સીન ડેવલપમેન્ટને લઈને કામ શરૂ કરવામાં આવ્યું છે.આ પ્રક્રિયામાં આઈસીએમઆર-એનઆઈવી દ્વારા બીબીઆઈએલને સતત સપોર્ટ આપવામાં આવશે.વેક્સીન ડેવલપમેન્ટ,એનિમલ સ્ટડી અને ક્લિનિકલ ટ્રાયલને ઝડપી બનાવવા માટે આઈસીએમઆર અને બીબીઆઈએલ ઝડપથી મંજૂરી લેતા રહેશે.
આ કરાર અંગે ભાારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ.કૃષ્ણ એલાએ જણાવ્યું કે,અમે એ વાત પર ગર્વ છે કે અમે સમગ્ર દેશ માટે જરૂરી આ પ્રોજેક્ટનો ભાગ છે અને આઈસીએમઆર અને એનઆઈવીની સાથે કામ કરી રહ્યા છે.અમે આને સફળ બનાવવા અને કોરોનાની વિરુદ્ધ લડત આપવા માટે પૂરું યોગદાન આપીશું.