- ચિંતાની વાત એ છે કે આ વેરિઅન્ટમાં તેનું સ્વરૂપ 46 રીતે બદલી શકે છે
દિલ્હી : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન બાદ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે,ત્યારે હવે કોરોનાના એક બીજા નવા વેરિયન્ટ અંગે માહિતી સામે આવી રહી છે.ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ઓમિક્રોન પછી અન્ય એક નવું વેરિયન્ટ સામે આવ્યું છે,જે કોરોનાના મૂળ વાયરસ કરતાં પણ વધુ ચેપી છે.ચિંતાની વાત એ છે કે આ વેરિઅન્ટમાં તેનું સ્વરૂપ 46 રીતે બદલી શકે છે.
10 ડિસેમ્બરે ફ્રાન્સના IHU મેડિટેરેનીના વૈજ્ઞાનિકોએ કોરોનાના આ નવા પ્રકારની શોધ કરી હતી.જો કે,ત્યારથી અત્યાર સુધીમાં વધુ કેસ નોંધાયા નથી.અત્યાર સુધીમાં માત્ર 12 કેસ નોંધાયા છે.આ પ્રકારને અન્ય કોઈ દેશમાં ઓળખવામાં આવ્યો નથી.આ વાયરસથી સંક્રમિત 12 લોકોની ઓળખ કરવામાં આવી છે,જેઓ ફ્રાંસના માર્સિલેના છે.એવું માનવામાં આવે છે કે આ સંક્રમિત લોકો આફ્રિકન દેશ કેમરૂનની યાત્રા કરીને આવ્યા છે.તેથી આ વેરિયન્ટનું મૂળ મોરોક્કોમાં હોવાનું માનવામાં આવે છે.
આ વેરિયન્ટની શોધ કરનાર વૈજ્ઞાનિક પ્રોફેસર ફિલિપે કોલ્સને કહ્યું કે,વાસ્તવમાં માર્સિલેમાં નવા વેરિયન્ટથી ઘણા લોકો સંક્રમિત હોઈ શકે છે.તેમણે કહ્યું કે,અમે આ વેરિયન્ટનું નામ IHU રાખ્યું છે. તેનો નવો જીનોમ હજુ ઓળખાયો નથી.વૈજ્ઞાનિક રીતે આ પ્રકારને B.1.640.2 નામ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે,એક સારી બાબત એ છે કે આ નવું વેરિયન્ટ ઓમિક્રોન કરતાં વધુ ચેપી નથી.ફ્રાન્સમાં કોરોનાના જેટલા કેસ સામે આવી રહ્યાં છે,તેમાંથી 60 ટકા કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે.