મુંબઈ : સેબીએ ઈન્ડિયા ઈન્ફોલાઈન લિમિટેડ સિક્યુરિટીઝને ક્લાયન્ટ ફંડ્સ સંબંધિત ધોરણોના ઉલ્લંઘન બદલ રૂ.એક કરોડની પેનલ્ટી ફટકારી છે.આઈઆઈએફએલના બુક્સ ઓફ એકાઉન્ટસમાં તપાસ કરનાર સેબીનું કહેવું છે કે કંપની પોતાના ફંડને ક્લાયન્ટના ફંડ્સથી અલગ રાખવામાં નિષ્ફળ રહી ડેબિટ બેલેન્સ ક્લાયન્ટ ફંડ્સ માટે ક્લાયન્ટ ફંડ્સ ક્રેડિટ બેલેન્સનો દુરૂપયોગ કરવા અને ક્લાયન્ટ બેંક એકાઉન્ટોની યોગ્ય જાળવણી નહીં કર્યાનું જણાયું છે.આદેશ મુજબ આ તપાસ એપ્રિલ ૨૦૧૧ અને જાન્યુઆરી ૨૦૧૭ દરમિયાન હાથ ધરાઈ હતી.


