By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IOC, BPCL, HPCLએ એક જ મહિનામાં રૂ. 19,000 કરોડનું નુકશાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > IOC, BPCL, HPCLએ એક જ મહિનામાં રૂ. 19,000 કરોડનું નુકશાન
GeneralNational

IOC, BPCL, HPCLએ એક જ મહિનામાં રૂ. 19,000 કરોડનું નુકશાન

HM News
Last updated: 25/03/2022 5:20 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.24 : આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધતા છતા પાંચ રાજ્યોમાં ચૂંટણીને પરિણામે માર્ચ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ પણ વધારો ન કરતા દેશની ટોચની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને 2.25 અબજ ડોલરનો ફટકો લાગ્યો છે

મૂડી’ઝના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળવા છતા સ્થાનિક ધોરણે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખતા ઈન્ડિયન ઓઈલ,બીપીસીએલ અને એચપીસીએલને કુલ 2.5 અબજ ડોલર એટલેકે 19,000 કરોડ રૂપિયાનું નુકશાન વેઠવું પડ્યું છે.

પાંચ રાજ્યોની ચૂંટણીને પરિણામે સરકારના દબાણ હેઠળ ભારતમાં 4થી નવેમ્બર,2021થી 21મી માર્ચ, 2022 સુધી ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો જ્યારે આ સમયગાળામાં ક્રૂડનો ભાવ 82 ડોલર પ્રતિ બેરલથી ઉંચકાઈને માર્ચના માત્ર ત્રણ સપ્તાહમાં જ ભાવ 111 ડોલરને પાર નીકળ્યાં છે.રશિયાએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરતા ક્રૂડ અને કુદરતી ગેસના ભાવ ભડકે બળ્યાં છે.

22મી અને 23મી માર્ચે 80-80 પૈસાના ભાવવધારા બાદ ત્રણેય ટોચની ઓએમસી કંપનીઓ ગુરૂવારે ફરી ભાવ સ્થિર રાખ્યાં હતા.

મૂડીઝે અહેવાલમાં જણાવ્યું કે “વર્તમાન બજાર કિંમતોના આધારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને હાલમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર બેરલ દીઠ અનુક્રમે આશરે 25 ડોલર (રૂ. 1900 થી વધુ) અને બેરલ દીઠ 24 ડોલરની આવક ગુમાવવી પડી રહી છે.”

જો ક્રૂડ ઓઈલની કિંમતો સરેરાશ 111 ડોલર પ્રતિ બેરલની આસપાસ સ્થિર રહે અને કંપની વધારાનો બોજો ગ્રાહકો પર ન ઢોળે તો ત્રણેય સરકારી કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર આશરે દૈનિક 500 કરોડનું સંયુક્ત નુકસાન વેઠવું પડશે.

“નવેમ્બર અને માર્ચના પ્રથમ ત્રણ અઠવાડિયા વચ્ચેના સરેરાશ વેચાણ વોલ્યુમને આધારે અમારા અંદાજ અનુસાર સરકારી માલિકીની રિફાઇનિંગ અને માર્કેટિંગ કંપનીઓએ મળીને પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર આશરે 2.25 અબજ ડોલરની આવક ગુમાવી છે,” મૂડીઝે ઉમેર્યું હતું. આ આંકડો ત્રણેય કંપનીઓ માટે તેમના સંયુક્ત નાણાંકીય વર્ષ 2021ના એબીટાના લગભગ 20 ટકા જેટલી રકમ છે.રેટિંગ એજન્સીએ અંદાજ લગાવ્યો હતો કે આ સમાન સમયગાળા દરમિયાન આઈઓસીની આવક નુકશાની લગભગ 1-1.1 અબજ ડોલર જ્યારે બીપીસીએલ અને એચપીસીએલની આવક નુકશાની લગભગ 55થી 65 કરોડ ડોલર હશે.

OMCsના દેવામાં થશે વધારો

આવકમાં નુકસાનીને કારણે રિફાઇનર્સોએ વર્કિંગ કેપિટલ પૂરું પાડવા ટૂંકાગાળાનું દેવું ઉઘરાવવું પડશે.આ સિવાય સરકાર ચાલુ વર્ષે એલઆઈસીનો આઈપીઓ લાવી શકે તેવી કોઈ સંભાવના નથી જોવા મળી રહી તેથી હવે સરકારને આ જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી પણ વધુ ડિવિડન્ડની માંગ રહેશે એટલેકે જો ડિવિડન્ડ પેમેન્ટ વધશે તો બેલેન્સશીટ નબળી પડશે.

સુરતમાં 18 લાખથી વધુ લોકો પોતાના વતન જતાં રહેતાં પાણીની ડિમાન્ડ ઘટી
કંપનીના બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો મોબાઇલ નંબર બ્લોક કરીને નેટ બેકિંગથી રૂ.૨.૩૯ કરોડ ઉઠાવી લીધા
૧ ફૂટ લાંબી અને ૪ કિલો સુધી વજન ધરાવતી કેરી આંબા પર લટકતી હોય ત્યારે જ બુકિંગ થઇ જાય છે
ટેસ્લાનું ભારતમાં આગમન:બેંગલુરુમાં યુનિટ સ્થાપ્યું, ટેસ્લાની કાર ચાર્જ કર્યા પછી 500 કિ.મી. દોડશે,કારની કિંમત અંદાજે રૂ. 60 લાખ હશે
રાણા અય્યુબે કર્યો હિંદુઓ વિરુદ્ધ દુષ્પ્રચાર : એક હિંદુને ઈમરાને ચપ્પલ વડે માર્યો પણ કેવી રીતે આખા કિસ્સાને ખપાવી દીધો ‘ઇસ્લામોફોબિયામાં’!
Share This Article
Facebook Email Print
Previous Article કેવા સંજોગોમાં યુક્રેન પર પરમાણુ હુમલો થઇ શકે છે ? રશિયાએ કરી આવી સ્પષ્ટતા
Next Article કંગના સેલિબ્રિટી હશે પણ તે આ કેસની આરોપી છે એ ભુલવું જોઈએ નહીં : કોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up