By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IPLના ટાઈટલ સ્પોન્સર તરીકે ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોનું સ્થાન તાતા ગ્રુપે લીધું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > IPLના ટાઈટલ સ્પોન્સર તરીકે ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોનું સ્થાન તાતા ગ્રુપે લીધું
GeneralNational

IPLના ટાઈટલ સ્પોન્સર તરીકે ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોનું સ્થાન તાતા ગ્રુપે લીધું

HM News
Last updated: 12/01/2022 5:45 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : ભારતનું ટોચનું ઉદ્યોગજૂથ તાતા ગ્રુપ આ વર્ષથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટાઈટલ સ્પોનસર તરીકે જોડાશે.તાતા ગ્રુપ ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોને હટાવીને તેનું સ્થાન લેશે તેવો સત્તાવાર નિર્ણય આઈપીએલની ગર્વનિંગ કાઉન્સિલની મંગળવારે મળેલી બેઠકમાં લેવાયો હતો.

આઈપીએલના ચેરમેન બ્રેજિશ પટેલ આઈપીએલના ટાઈટલ સ્પોન્સર તરીકે તાતા ગ્રુપની એન્ટ્રી થવાની પુષ્ટિ કરી છે.તાતા ગ્રુપના પ્રવક્તાએ પણ આ વાતને સમર્ન આપ્યું હતું જો કે કેટલી રકમમાં ડીલ થઈ છે તે જણાવવાનો તેમણે ઈન્કાર કર્યો હતો.અગાઉ ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોએ 2018-22માં આઈપીએલ ટાઈટલ સ્પોન્સર હક માટે રૂ. 2,200 કરોડની ડીલ કરી હતી.પરંતુ 2020માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થતા તેનું સ્થાન ડ્રીમ-11એ લીધું હતું.

ત્યારબાદ 2021માં વીવોની આઈપીએલમાં પુનઃએન્ટ્રી થઈ હતી.વીવોએ પોતાના હકો યોગ્યો બિડરને વેચવા મંજૂરી માંગી હતી અને બીસીસીઆઈએ તેને માન્ય રાખી હતી.ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું કે,વહેલા મોડું આ થવાની સંભાવના હતી.વીવોની હાજરીથી લીગ તેમજ કંપની બન્ને માટે આ ખરાબ પ્રસિદ્ધિને આમંત્રિત કરતું હોવાથી ડીલ પૂર્ણ થવાને એક વર્ષ બાકી હોવા છતાં આ નિર્ણય લેવાયો છે.

બોર્ડને આ સોદાથી કોઈ નુકશાન નહીં થાય કારણ કે,નવા સ્પોન્સર દ્વારા પણ તેને વાર્ષિક રૂ.440 કરોડની ખાતરી મળી છે.સ્પોન્સરશિપમાંથી મળતી આવક પૈકી બોર્ડ 50 ટકા પોતાની પાસે રાખે છે જ્યારે બાકીની રકમ ફ્રેન્ચાઈઝમાં વહેંચે છે.તાતા સાથે ફક્ત આ વર્ષની સ્પોન્સશિપ માટે કરાર થયો હોવાનું સૂત્રએ જણાવ્યું છે.આ સીઝન બાદ બોર્ડ આગામી 2023 માટે નવા સ્પોન્સર્સ પાસેથી બિડ મંગાવશે.

વડોદરા: ટેલિકોસ હોટલમાં પોલીસનું ચેકિંગ: હોટલ સંચાલકની અટકાયત
અમેરિકા સે આયા મેરા દોસ્ત દોસ્ત કો સલામ કરો : મોદી ભાવવિભોર
ભારત વિરોધી PM ઓલી હવે નેપાળમાં હિન્દી પર પ્રતિબંધ મુકશે
નવી પ્રવાસન નીતિ:રાજ્યમાં ગોવા જેવા બીચને ડેવલપ કરાશે પરંતુ દારૂબંધી કોઈ સંજોગોમાં હળવી નહીં થાય : રૂપાણી
અર્નબની નકલ પછી શો બેનની માગ કરનારાને કિકુ શારદાનો ચોખ્ખો જવાબ-કોઈ ફરક નથી પડતો
Share This Article
Facebook Email Print
Previous Article યુપીમાં ભાજપને મોટો ફટકો,યોગી કેબિનેટમાંથી રાજીનામું આપીને સ્વામી પ્રસાદ મૌર્ય સપામાં જોડાયા
Next Article હવે લગ્ન અને મેળાવડામાં 150 વ્યક્તિઓને જ છૂટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up