By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IPLમાં અમદાવાદની ટીમે 3 ખેલાડી પસંદ કર્યા:હાર્દિક પંડ્યા, રાશિદ ખાનને 15-15 કરોડ, શુભમન ગિલને ફ્રેન્ચાઇઝીએ 7 કરોડમાં ખરીદ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > IPLમાં અમદાવાદની ટીમે 3 ખેલાડી પસંદ કર્યા:હાર્દિક પંડ્યા, રાશિદ ખાનને 15-15 કરોડ, શુભમન ગિલને ફ્રેન્ચાઇઝીએ 7 કરોડમાં ખરીદ્યો
AhmedabadGeneralSports

IPLમાં અમદાવાદની ટીમે 3 ખેલાડી પસંદ કર્યા:હાર્દિક પંડ્યા, રાશિદ ખાનને 15-15 કરોડ, શુભમન ગિલને ફ્રેન્ચાઇઝીએ 7 કરોડમાં ખરીદ્યો

HM News
Last updated: 18/01/2022 5:53 AM
HM News
3 years ago
Share
SHARE
  • CVC કેપિટલે IPLમાં અમદાવાદની ટીમ ખરીદી છે

IPL 2022 માટે અમદાવાદ ટીમે ત્રણ ખેલાડીને પોતાની ટીમમાં લઈ લીધા છે. espncricinfoના રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયા અને શુભમન ગિલને સાત કરોડ મળશે. હાર્દિક પંડ્યા કેપ્ટન હશે.22 જાન્યુઆરી સુધીમાં IPLની બે નવી ટીમ અમદાવાદ અને લખનઉએ ત્રણ-ત્રણ ખેલાડી રિટેન કરવાના હતા.

અમદાવાદ ટીમે કોચિંગ સ્ટાફની પસંદગી પણ કરી લીધી છે.ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા હશે. ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે.ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે.આ પહેલાં હાર્દિક પંડ્યા,મુંબઈ ઈન્ડિયન્સમાં,રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતા હતા.

ગુજરાતી હોવાથી પંડ્યા પ્રથમ પંસદ
2015માં મુંબઈએ 10 લાખ રૂપિયામાં હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં લીધો હતો.એક્સપર્ટનું નામવું છે કે હાર્દિક પંડ્યા ગુજરાતી હોવાથી ફ્રેન્ચાઈઝીએ તેને પોતાની સાથે જોડ્યો છે અને કેપ્ટન બનાવ્યો છે,જેનાથી તેની લોકપ્રિયતાનો લાભ મળે.

CVC કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી
IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી. એવામાં હવે આ ટીમ સામે વિવાદ એટલે સર્જાયો, કારણ કે CVC ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું છે. આ અંગે BCCIએ કમિટી બનાવી હતી અને હવે ટીમના ભવિષ્ય તથા આ ડીલ સામે સવાલો ઊભા થયા હતા. જોકે BCCI આ અંગે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

IPL 2022ના ઓક્શનમાં 10 ટીમ સામેલ
IPLની 15મી સીઝનમાં 10 ટીમ સામેલ થશે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે અને 5 વર્ષ પછી ફરીથી લીગમાં કમબેક કર્યું છે. આની પહેલાં ગોયન્કા ગ્રુપ પાસે 2 વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ રહી હતી. વળી, CVC કેપિટલ્સે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.

વાઘણે તરછોડેલાં ૩ બચ્ચાંને આ લૅબ્રૅડોર ડૉગી ઉછેરે છે
પાટીદાર V/S પાટીલ? ગુજરાતના નવા ભાજપ પ્રદેશ પ્રમુખના સ્વાગત પોસ્ટર પર કાળી શાહી કેમ લગાવાઈ?
શું ભાજપ સૌથી મોટો પક્ષ બને તો જેડીયુના નીતિશ જ CM બનશે ?
વિજ્ઞાનમાં પણ રાજકારણ ઘૂસ્યું – 12000 વૈજ્ઞાનિકો દ્વારા ચાલતા વિશ્વના સૌથી મોટા પ્રયોગમાંથી રશિયાને હટાવાયું
બાઈડનની મુશ્કેલી વધી ! ટ્રમ્પની પાર્ટીને યુએસ હાઉસમાં મળી બહુમતી
Share This Article
Facebook Email Print
Previous Article વિજય સુવાળા અને મહેશ સવાણીએ પાર્ટી છોડી, હજી વધુ નેતાઓ છોડે તેવી શક્યતાઓ,ઈસુદાન ગઢવી આજે બપોરે ખુલાસો કરશે
Next Article કેન્દ્રનું બજેટમાં 1.4 લાખ કરોડની ખાતર સબસિડી આપવાનું આયોજન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up