By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IPLમાં લલિત મોદીને જાહોજલાલી, મર્સિડીઝ કારમાં જ ફરવું પસંદ હતું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > IPLમાં લલિત મોદીને જાહોજલાલી, મર્સિડીઝ કારમાં જ ફરવું પસંદ હતું
GeneralNational

IPLમાં લલિત મોદીને જાહોજલાલી, મર્સિડીઝ કારમાં જ ફરવું પસંદ હતું

HM News
Last updated: 27/06/2022 7:12 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ) અત્યારે વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ છે પરંતુ તેનો પ્રારંભ થયો ત્યારે પણ તેણે એવું આકર્ષણ પેદા કર્યું હતું કે તેનાથી અંજાઈ જવાય.આઇપીએલના સૌપ્રથમ કમિશનર લલિત મોદી હાલમાં તો ભાગેડૂ જાહેર થયા છે પરંતુ તેઓ આઇપીએલના કમિશનર હતા ત્યારે પોતે જ તવંગર છે તેવો અહેસાસ કરાવવામાં તેમણે કોઈ કસર છોડી ન હતી.આઇપીએલની મેચો ધરમશાલા (હિમાચલ પ્રદેશ)અને નાગપુરમાં રમાતી હોય ત્યારે આયોજકોએ તેમના માટે અત્યંત મોંઘી એવી એસ-ક્લાસ મર્સિડીઝ કારની ખાસ વ્યવસ્થા કરવી પડતી હતી.આ માટે તેઓ વિમાન માર્ગે ધરમશાલા પહોંચે તે અગાઉ દિલ્હીથી એક ખાસ મર્સિડીઝ કાર ધરમશાલા મોકલી દેવામાં આવતી હતી.

લલિત મોદી અંગેના આ પ્રકારના કિસ્સા અંગે તાજેતરમાં પ્રકાશિત પુસ્તક‘મેવેરિક કમિશનરઃ ધ આઇપીએલ–લલિત મોદી સાગા’પુસ્તકમાં આ ઘટસ્ફોટ કરાયો છે.લલિત મોદીનો એવો આગ્રહ રહેતો હતો કે તેઓ મર્સિડીઝ કાર વિના અન્ય કોઈ મોડલની કારમાં મુસાફરી કરશે નહીં.જોકે 2010ના મે મહિનામાં તેમણે દેશ છોડીને ભાગી જવું પડ્યું ત્યાર બાદ એક હોટેલે લલિત મોદીના નામના બિલ મોકલ્યા હતા જે બીસીસીઆઈએ ચુકવવાનો ઇનકાર કરી દીધો હતો.તેઓ બોર્ડમાં હતા ત્યારે આ પ્રકારના ઘણા ખર્ચ કર્યા હતા પરંતુ ભાગેડૂ જાહેર થયા બાદ બોર્ડે તેમના બિલ ચૂકવ્યા ન હતા.

આઇપીએલમાં ગ્લેમર અને સ્વચ્છંદીપણું પણ લલિત મોદી જ લાવ્યા હતા તેવા આક્ષેપ સાથે આ પુસ્તકમાં એવો પણ અહંકારને કારણે લલિત મોદી તેમણે જ લાવેલી સફળતાનો ભોગ બન્યા હતા. આઇપીએલની પ્રારંભિક સફળતાને કારણે મદમાં આવી ગયેલા લલિત મોદી ઉચ્ચ કક્ષાની જીવનશૈલીમાં રહેતા હતા.એક વાર લલિત મોદી બીસીસીઆઈના પ્રમુખ શશાંક મનોહરને મળવા નાગપુર ગયા ત્યારે તેમણે એસ-ક્લાસ મર્સિડીઝનો આગ્રહ રાખ્યો હતો.

નાગપુરમાં આ મોડલની કાર ઉપલબ્ધ ન હોવાથી તેમના માટે તાત્કાલિક હૈદરાબાદથી એક ખાસ કાર દોડાવવામાં આવી હતી જે લલિત મોદી નાગપુર પહોંચે તે અગાઉ તેમના સત્કારમાં હાજર હતી.આ ઉપરાંત તેઓ ફાઇવ સ્ટાર હોટેલનો એક આખો માળ જ પોતાના માટે બુક કરાવતા હતા અને તેમના માળ પર અન્ય કોઈને રૂમ ફાળવાતો ન હતો.જોકે એ વખતે તેમનો વિરોધ કરવાની કે તેમને સવાલ કરવાની કોઈ હિંમત કરતું ન હતું.

શાહીનબાગમાં બાળકોને ‘મોદીને મારી નાખો’ જેવા નારા શીખવવામાં આવે છે
14 મે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો પર્દાફાશ કરીશ, લગાવ્યા ગંભીર આરોપ: દેવેન્દ્ર ફડણવીસ
ઇડીએ એમવે ઇન્ડિયાની રૃ. ૭૫૭ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
બ્રાહ્મણ અને વણિકો તો મારા ખિસ્સામાં છે, મધ્યપ્રદેશ ભાજપ પ્રભારીના નિવેદનથી વિવાદ
GTU દ્વારા તા. 1 ડિસે.થી સેમ 3,5 અને 7ની પરીક્ષા
Share This Article
Facebook Email Print
Previous Article ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ સામે G-7 દેશો 600 અબજ ડોલર ઊભા કરશે
Next Article રોહિત શર્મા કોરોનાગ્રસ્ત, બુમરાહને આગેવાની સોંપાય તેવી શક્યતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up