– બુકી અર્જુનના આઈડીમાંથી સાત કરોડની લિમિટ મળી આવી હતી
– કુખ્યાત કિરણ માલા અને રાકેશ રાજદેવ સટ્ટો રમવા આઈડી બનાવી વેચે છે
– આઈપીએલનો સટ્ટો રમાડવા માટે રોજના 300 કરોડના આઈડી વેચે છે
IPL મેચ શરૂ થતાંની સાથે જ ક્રિકેટ મેચના સટ્ટાનું બજાર ગરમ થઇ જાય છે.ક્રાઇમબ્રાંચે પકડેલા અર્જુન અલગોતર તો માત્ર મ્હોરું જ છે.તેની ઉપર તેના અનેક આકાઓ તેને ક્રિકેટ મેચના સટ્ટાનું ID વેચી રહ્યા છે.તેઓ IPLની મેચ પર રોજનો ૩૦૦ કરોડનો સટ્ટો રમી રહ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, રાજકોટના રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર, દિનેશ ખંભાત, ટોમી ઊંઝા અને કિરણ માલા સહિતના બુકીઓની સંડોવણી હોવાની આશંકા છે.આ બુકીઓ સ્કાય એકસચેન્જ,વીન લોંસ જેવા ID બનાવીને રોજના કરોડો રૂપિયાના હવાલા પાડતાં હોવાનું જાણવા મળ્યું છે.કુખ્યાત કિરણ માલા હાલ દુબઇ અને યુકેમાંથી આખા ધંધાનું નેટવર્ક ચલાવી રહ્યો છે.
ક્રિકેટ મેચના સટ્ટા કૌભાંડના તાર દુબઈ અને પાકિસ્તાન સુધી જોતરાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.નોંધનીય છે કે બેટફેર નામના ID ને પાછળ મુકીને પોતાના આઇડી બનાવીને મોટો કારોબાર ચલાવી રહ્યા છે.તેમાં કેટલાક IPS અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા છે.કેટલાક બુકીઓએ તો ગોવા,દમણ અને મુંબઇમાં ધામા નાખીને કારોબાર ચલાવી રહ્યા છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચે એરપોર્ટ તરફ જતી એન્ડેવર કારમાંથી ધોળકાના ભુરખી ગામનો અર્જુન લાખુભાઈ અલગોતર મળી આવ્યો હતો.અર્જુન પાસેથી એક મોબાઇલ મળ્યો હતો. બ્રાઉઝરમાં સિલ્વરબેટ નામની ક્રિકેટ સટ્ટાની વેબસાઈટ અને આઈડી ખુલ્લા જોવા મળ્યા હતા.તેના 66 આઈડીમાં 7.7 કરોડની અવેલેબલ ક્રેડિટ લિમિટ જોવા મળી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તો માત્ર સામાન્ય બુકી જ પકડાયો છે.પરંતુ હજુ અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેમ છે.તેમજ ક્રીકેટ સટ્ટા માટેની બેટફેર નામના ID ધ્વારા સટોડિયા સટ્ટો રમતા હતા.આ ઉપરાંત મહાદેવ અને અન્ના નામના દેશભરના કુખ્યાત બુકીઓના નામ ખુલે તેવી શક્યતા સેવાઇ રહી છે.અર્જુન અમદાવાદના બંસી અને ભોલુ સાથે ભાગીદારીમાં સટ્ટા બૂકિંગમાં ભાગીદાર હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે.અર્જુને જે બુકીઓને માસ્ટર આઈડી વેચી છે તેમના સહિત કુલ ૧૫ આરોપીના નામ સાથે ફ્રિયાદ નોંધી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.