નવી દિલ્હી,6 મે શુક્રવાર 2022 : IPL 2022ની સીઝન પોતાનામાં જ ખાસ છે.T20 લીગના ઈતિહાસમાં માત્ર બીજી વખત 10 ટીમોને રમવાની તક આપવામાં આવી છે. જો કે તમામ ટીમોએ પહેલાની જેમ 14-14 લીગ મેચ રમવાની છે પરંતુ મેચની સંખ્યા 60 થી વધીને 74 થઈ ગઈ છે.દરેક ટીમે 5 અન્ય ટીમો સામે 2-2 રમવાની છે જ્યારે 4 અન્ય ટીમોએ એક-એક મેચ રમવાની છે.અત્યારે પ્લેઓફમાં 4 ટીમો જવાની છે. પરંતુ ટીમોની સંખ્યામાં વધારો થવાથી પ્લેઓફમાં ટીમોની સંખ્યા પણ વધશે?આ અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે,“મારાલ હિસાબથી પ્લેઓફમાં અત્યારે ટોપ-4 ટીમને જ રમવાની તક મળશે, થોડો સમય આ રીતે જ ચાલ્યા બાદ આ બાબત પર વિચાર કરવામાં આવશે.”આવી સ્થિતિમાં, નજીકના ભવિષ્યમાં સેમિફાઇનલ અથવા અન્ય કોઈપણ ફોર્મેટ પર વિચાર કરી શકાય છે.
મહત્વનું છે કે, ઑસ્ટ્રેલિયાની ટી-20 લીગ લીશમાં પ્લેઓફમાં 5 ટીમોને તક મળે છે, જ્યારે ત્યાં માત્ર 8 ડ ટીમ મેદાનમાં ઊતરે છે.રવિ શાસ્ત્રીએ કહ્યું કે,“ કોરોનાના સમયમાં કોઇ પણ જાતનો બદલાવ ન કરવો જોઇએ, ટોપ 2 ટીમોને બે વાર તો તક મળે જ છે, તો આવી પરિસ્થિતિમાં નજીકના ભવિષ્યમાં સેમીફાઇનલ અથવા બીજા ફોર્મેટ પર વિચાર કરી શકાય છે. ”ન્યુઝિલેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ડેનિયલ વેટોરીનું કહેવુ છે કે, IPLમાં 10 ટીમો પ્રદર્શન માટે ઉતરે છે, જેમાં 5 ટીમને પ્લેઓફમાં તક આપવામાં આવી શકે છે. KKR ના સીઇઓ વેંકી મૈસૂરે કહ્યું કે, આ વખતનું ફોર્મેટ રોચક હશે.ટીમો વધવાથી તેમા ચેન્જ કરવામાં આવ્યો છે.જોકે, તેમણે પ્લેઓફને લઇને કોઇ પ્રતિક્રિયા આપી નથી.
આ સાથે સાથે પીયૂષ ચાવલાએ કહ્યું કે, અત્યારે આમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.આવનારા સમયમાં આ અંગે ચોક્કસપણે વિચારણા થઈ શકે છે.અત્રે નોંધનીય છે કે IPO T20 લીગની 15મી સીઝનમાં ઉમેરાયેલ નવી ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.ગુજરાત ટાઇટન્સ આ વર્ષે રમાયેલી 10માંથી 8 મેચ જીતીને ટોચના સ્થાને છે.બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 10માંથી 7 મેચ જીતીને બીજા નંબર પર છે.”