અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2022 નો ફાઈનલ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિવારે યોજવાનો છે.વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ ફાઈનલ માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે.ફાઈનલ છે તો તેની કલોઝિંગ સેરેમનીમાં દેશના ક્રિકેટ ઇતિહાસની ઝાંખી આપતા એક રંગારંગ કાર્યક્રમનું આયોજન થયું છે.આ કાર્યક્રમમાં ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા પ્રસિદ્ધ સંગીતકાર એ આર રહેમાન લાઇવ પર્ફોર્મ કરવાના છે.આ પરફોર્મન્સ પહેલા આજે સંગીતકારે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું.સાંજે ૬.૩૦ વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં ફિલ્મ સુપર સ્ટાર રણવીર સિંહ પણ પર્ફોર્મ કરશે.અહી નોંધવું જોઈએ કે અભિનેતાએ તાજેતરમાં ૮૩ નામની ફિલ્મમાં દેશના સૌથી સફળ ઓલ રાઉન્ડર કપિલ દેવની ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મ ૧૯૮૩ માં યોજાયેલા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની જીતના શિલ્પી દેવ અને ભારતની જીત ઉપર આધારિત હતી.