IPS રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નરપદે નિમવાના મુદ્દે નરેન્દ્ર મોદી અને અમિત શાહે પીછેહઠ કરવી પડે એવા સંકેત છે.મોદી-શાહ સામે સુપ્રીમ કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવા અરજી થઈ છે.અરજદારની દલીલ છે કે, જે અધિકારીની નિવૃત્તિમાં છ મહિના કે ઓછો સમય બાકી ના હોય એવા અધિકારીને ડીજીપી કે તેના સમકક્ષ કોઈ પણ હોદ્દા પર નિમી ના શકાય એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે.સુપ્રીમ કોર્ટે આ પ્રકારની નિમણૂક માટે પહેલાં યુપીએસસીને જાણ કરવાની રહેશે એવો આદેશ ૩ જુલાઈ, ૨૦૧૮ના રોજ આપ્યો હતો.
મોદી સરકારે IPS અસ્થાનાની નિમણૂક પહેલાં યુપીએસસીને જાણ કરી નહોતી.અસ્થાનાની નિવૃત્તિને ત્રણ જ દિવસ બાકી હોવા છતાં તેમની નિમણૂક પણ કરી.આ રીતે સુપ્રીમ કોર્ટના બબ્બે આદેશનું ઉલ્લંઘન કર્યું જ છે.નિષ્ણાતોના મતે,અરજદારે ઉઠાવેલા મુદ્દા કાનૂની રીતે યોગ્ય છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને ઉઠાવાયા છે.આ સંજોગોમાં મોદી-શાહ સામે અવમાનનાની કાર્યવાહી ભલે ના થાય પણ અસ્થાનાની નિમણૂક રદ થઈ શકે છે.