By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Iran એ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યાનો બદલો લીધો? મોસાદના કમાન્ડર ફહમી હિનાવીની હત્યાનો VIDEO વાયરલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Iran એ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યાનો બદલો લીધો? મોસાદના કમાન્ડર ફહમી હિનાવીની હત્યાનો VIDEO વાયરલ
GeneralInternational

Iran એ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યાનો બદલો લીધો? મોસાદના કમાન્ડર ફહમી હિનાવીની હત્યાનો VIDEO વાયરલ

HM News
Last updated: 07/12/2020 9:14 AM
HM News
5 years ago
Share
SHARE

તહેરાન: શું ઈરાને પોતાના પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાદેહ (Mohsen Fakhrizadeh)ના મોતનો બદલો લઈ લીધો? આ સવાલ ઊભો થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોથી.જેમાં ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદના કમાન્ડરની હત્યાની વાત કરવામાં આવી છે.ઈરાને મોસાદ પર ફખરીજાદેહની હત્યાનો આરોપ લગાવ્યો હતો અને બદલો લેવાની ધમકી પણ આપી હતી.

ગુપ્તચર ટીમે આપ્યો અંજામ

ઈરાનના મીડિયાએ આ જાણકારી આપતા કહ્યું કે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં 45 વર્ષના મોસાદના કમાન્ડર ફહમી હિનાવીની હત્યા કરવામાં આવી.હત્યા કઈ રીતે કરાઈ તેની હજુ જાણ થઈ નથી.સોશિયલ મીડિયા પર લોકો તેને ઈરાનનો બદલો ગણાવી રહ્યા છે.અનેક દાવા છે કે ઈરાનની ગુપ્તચર ટીમે આ વારદાતને અંજામ આપ્યો.

ખોટા છે ન્યૂઝ

સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેને હિનાવી ગણાવવામાં આવી રહ્યો છે.પરંતુ વીડિયોના નકલી હોવાના દાવા પણ થઈ રહ્યા છે. સાઉથફ્રન્ટ નામની વેબસાઈટ પર કહેવાયું છે કે મોસાદ કમાન્ડરની હત્યાની ખબર એકદમ ખોટી છે.તેઓ હેમખેમ છે.વેબસાઈટના રિપોર્ટમાં કહેવાયું કે ફહમી હિનાવીની હત્યાની ખોટી ખબર ઈરાનની સમાચાર એજન્સીના એક પત્રકારે ફેલાવી.ત્યારબાદ લેબનાની મીડિયાએ તેને સનસની બનાવી દીધી.

This is not confirmed, but reports are circulating of the assassination of the Israeli Mossad commander Fahmi Hinawi near Tel Aviv. pic..com/Z9olXfZxLM

– Arab News Today (@ArabNewsToday) December 5, 2020

કમાન્ડર નહીં શ્રમિક હતો

ઈરાની મીડિયાનો દાવો છે કે ઈઝરાયેલી મોસાદ કમાન્ડરને ગુરુવારે એ સમયે ગોળી મારી દેવાઈ કે જ્યારે તે કારમાં ટ્રાફિક સિગ્નલ પર થોભ્યો હતો.હુમલાખોરોએ 15 ગોળીઓ છોડી.જેનાથી તે ઘટનાસ્થળે જ માર્યો ગયો.જ્યારે બીજા પક્ષનું કહેવું છે કે માર્યો ગયેલો વ્યક્તિ એક સામાન્ય શ્રમિક હતો.જેને ફહમી હિનાવી બનાવીને રજુ કરાયો.આ ઘટના અંગે ઈઝરાયેલ તરફથી કોઈ અધિકૃત ટિપ્પણી આવી નથી.

પરમાણુ કાર્યક્રમના પ્રમુખ હતા Fakhrizadeh

ઈરાનનો આરોપ છે કે મોહસિન ફખરીજાહેહની હત્યા ઈઝરાયેલે કરાવી છે.ફખરીજાદેહની હત્યા 27 નવેમ્બરે તેહરાનમાં રિમોટકંટ્રોલવાળી મશીનગનથી થઈ હતી. મોહસિન ઈરાનના પરમાણુ કાર્યક્રમના પ્રમુખ હતા.અત્રે જણાવવાનું કે 2010થી 2012 વચ્ચે ઈરાનના અનેક ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ્સ માર્યા ગયા હતા.આ તમામ મોહસિનના સહભાગી હતા.

દિલ્હી તબલીગી જમાતમાં કોરોનાનો ખતરો : ૨૦૦ને ટેસ્ટ માટે લઈ જવાયા
ભગવા રંગના કપડામાં હિંદુ છોકરી સાથે રોમાંસ કરતા સીન્સ બનાવી શું સાબીત કરવા માંગે છે પઠાન? બોયકોટ ટ્રેન્ડ જોશમાં ..
ગુજરાત બજેટ 2023-24 : ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રુ. 8589 કરોડની જોગવાઇ
અમિત શાહને બોન કેન્સર બતાવનાર વાયરલ ટ્વિટની સચ્ચાઈ, ગૃહ મંત્રીએ પોતે જ કર્યો ખુલાસો
સત્યેન્દ્ર જૈનના ઘરે EDના દરોડા, મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસનો ધમધમાટ
Share This Article
Facebook Email Print
Previous Article ન્યુ યર પાર્ટી યોજાય તે પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ
Next Article ગુજરાત કોંગ્રેસ આવતીકાલે તમામ APMC બંધ કરાવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up