IT દરોડામાં થયો પર્દાફાશ : અભિનેત્રી તાપસી પન્નુ પાસે 44 કરોડની તો ફિલ્મ ડિરેકટર અનુરાગ કશ્યપ પાસે 806 કરોડની સંપતિ

HM News
2 Min Read

– અભિનેત્રી તાપસી પન્નુ પાસે 44 કરોડની તો ફિલ્મ ડિરેકટર અનુરાગ કશ્યપ પાસે 806 કરોડની સંપતિ: રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ સહિતની 4 કંપનીઓ પણ ઇન્કમ ટેકસના અડફેટે

મુંબઇ તા.3 : આવકવેરા વિભાગે બુધવાર, 3 માર્ચના રોજ મુંબઈ તથા પુનામાં બોલિવૂડની ચાર હસ્તીઓના ઘરે દરોડા પાડ્યા હતા,જેમાં તાપસી પન્નુ,અનુરાગ કશ્યપ,વિકાસ બહલ તથા મધુ મન્ટેના સામેલ છે.તપાસી પન્નુ તથા અનુરાગ કશ્યપ હાલમાં પુનામાં શૂટિંગ કરી રહ્યાં છે.બંનેના ઘરે દરોડા પડ્યા પછી સો.મીડિયામાં બંનેની સંપત્તિ અંગે ચર્ચા થઈ રહી છે.આ દરમિયાન કેટલાંક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અનુરાગ પાસે 806 કરોડની સંપત્તિ તથા તાપસી પાસે 44 કરોડની સંપત્તિ છે. મહારાષ્ટ્રમાં આજે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બોલિવૂડ પર તવાઈ બોલાવી છે. 4 કંપનીઓ પર ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે.જેમાં ફેંટમ ફિલ્મ,ક્વાન,એક્સીડ અને અનિલ અંબાણીની કંપની રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ આમાં સામેલ છે.આ પહેલાં બુધવારે ટેક્સ ચોરીના કેસમાં ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુંના ઘરે આયકર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.

બંને બોલિવૂડ કલાકાર સાથે આયકર વિભાગના અધિકારીઓએ લાંબી પૂછપરછ કરી હતી.વેબસાઈટ સીએનોલેજના મતે,તાપસી પન્નુ વર્ષે ઓછામાં ઓછું ચાર કરોડની કમાણી કરે છે.આ રીતે તે મહિને 30 લાખથી વધુ કમાણી કરે છે. 2019-2020માં તાપસી એકથી બે કરોડનો ચાર્જ કરતી હતી.જોકે, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, હવે તે એક ફિલ્મ માટે 8 કરોડ રૂપિયા લે છે.તે 10 બ્રાન્ડ્સને એન્ડોર્સ પણ કરે છે.આ એન્ડોર્સમેન્ટમાંથી તે વર્ષે 2 કરોડની કમાણી કરે છે.આ રીતે 10 બ્રાન્ડમાંથી તાપસી વર્ષે 20 કરોડની કમાણી કરે છે.

તેલુગુ ફિલ્મમાં ત્રણ વર્ષ કામ કર્યા બાદ તાપસીએ 2013માં બોલિવૂડ ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’થી હિંદી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ‘બેબી’, ‘બદલા’, ‘સાંડ કી આંખ’, ‘મિશન મંગલ’ તથા ‘મનમર્ઝિયા’, ‘થપ્પડ’માં જોવા મળી હતી.તાપસીની અપકમિંગ ફિલ્મ ‘હસીન દિલરુબા’, ‘લૂપ લપેટા’, ‘રશ્મિ રોકેટ’ તથા ‘શાબાશ મિઠ્ઠુ’ છે.

વેબસાઈટ સીએનોલેજના મતે,હટકે ફિલ્મ બનાવવા માટે લોકપ્રિય અનુરાગની પાસે 806 કરોડની સંપત્તિ છે.એક ફિલ્મ ડિરેક્ટ કરવાના અનુરાગને 11 કરોડ રૂપિયા મળે છે.વર્ષે 60 કરોડથી વધુની કમાણી કરે છે.મહિનાની આવક 6 કરોડથી વધારે છે.
અનુરાગની પાસે ચાર કરોડ રૂપિયાની લક્ઝુરિયસ કાર્સ છે.અનુરાગે ‘બ્લેક ફ્રાઈડે’, ‘ગુલાલ’, ‘નો સ્મોકિંગ’, ‘દેવ ડી’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ તથા ‘બોમ્બે વેલવેટ’ જેવી ફિલ્મનું ડિરેક્શન કર્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *