મુંબઈ,તા.31 ઓગસ્ટ : કોન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસીને રમવાનુ રેલવેના અધિકારીને ભઆરે પડી ગયુ છે.કોટા રેલવે ડિવિઝનના અધિકારી દેશબંધુ પાંડેએ તાજેતરમાં કેબીસીમાં ભાગ લીધો હતો.તેઓ ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડમાં વિજેતા થયા હતા અને અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેઠા હતા. આ દરમિયાનમાં તેઓ 32.0 લાખની રકમ પણ જીત્યા છે.
કેબીસીમાં ભાગ લેવા માટે તેમણે 9 થી 13 ઓગસ્ટ દરમિયાન મુંબઈમાં રોકાણ કર્યુ હતુ.હવે રેલવેએ તેમને ચાર્જશીટ ફટકારી છે અ્ને ત્રણ વર્ષ માટે તેમની ઈન્ક્રીમેન્ટ રોકી દેવાયુ છે.રેલવેનુ કહેવુ છે કે, નિયમ પ્રમાણે રેલેવનો કોઈ કર્મચારી કે અધિકારી સ્પોરન્સર્ડ મીડિયા કાર્યક્રમમાં કામેલ થઈ શકે નહીં.આ માટે રેલવેની પરવાનગી જરૂરી બને છે.મંજૂરી વગર સામાજિક કે ચેરિટેબલ,સાહિત્ય,કલા અને વિજ્ઞાનને લગતા ક્ષેત્રમાં કામ કરવાની મંજુરી છે.
બીજી તરફ એક હિન્દી અખબાર સાથે વાતચીતમાં રેલવે અધિકારી દેશપાંડેએ કહ્યુ હતુ કે, મેં ચાર્જશીટનો જવાબ રેલવેને આપી દીધો છે.મેં ઉપરી અધિકારીઓને રજા માટે અરજી કરી હતી પણ તેમણે મારી અરજી પર કોઈ વિચાર નહીં કરતા હું શૂટિંગ માટે મુંબઈ જતો રહ્યો હતો.

