ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે.જેમાં 2,51,58,730 મતદારો 833 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે.જેમાં વાત કરવામાં આવે તો આ વખતની ચૂંટણીમાં 74 જનરલ, 06 અનુસુચિત જાતિ, 13 અનુસુચિત જનજાતિના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
બપોરે 3 વાગ્યા સુધીમાં બીજા તબક્કામાં 50.51 ટકા મતદાન થયું છે.જેમાં સાબરકાંઠામાં સૌથી વધુ 57.23 ટકા થયું છે.જ્યારે સૌથી ઓછુંં મતદાન અમદાવાદમાં 44.67 ટકા નોંધાયું છે.શહેરી વિસ્તારમાં મતદાન કરવામાં ભારે નિરસતા જોવા મળી રહી છે.
– અમદાવાદ 44.67
– આણંદ 53.75
– અરવલ્લી 54.19
– બનાસકાંઠા 55.52
– છોટા ઉદેપુર 54.40
– દાહોદ 46.17
– ગાંધીનગર 52.05
– ખેડા 53.94
– મહેસાણા 51.33
– મહીસાગર 48.54
પંચમહાલ 53.84
– પાટણ 50.97
– સાબરકાંઠા 57.23
– વડોદરા 49.69
પ્રારંભિક 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયુ,સાબરકાંઠામાં સૌથી વધુ 39.73 મતદાન જ્યારે મહીસાગરમાં સૌથી ઓછું 29.72 ટકા મતદાન થયું
– અમદાવાદ 30.82
– આણંદ 37.06
– અરવલ્લી 37.12
– બનાસકાંઠા 37.48
– છોટા ઉદેપુર 38.18
– દાહોદ 34.46
– ગાંધીનગર 36.49
– ખેડા 36.03
– મહેસાણા 35.35
– મહીસાગર 29.72
– પંચમહાલ 37.09
– પાટણ 34.74
– સાબરકાંઠા 39.73
– વડોદરા 34.07
વડાપ્રધાન મોદીના માતાએ હીરાબાએ રાયસણ ગામની સ્કુલમાંથી મતદાન કર્યું.નરેન્દ્ર મોદીના નાના ભાઇ પંકજ મોદીના પરિવાર સાથે હીરાબા મતદાન કરવા માટે પહોંચ્યા હતા.શીલજ ગામમાં મતદાન પછી કાર્યકર્તાઓ સાથે હળવા મૂડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ચાની ચુસ્કી લીધી
સવારે 11 વાગ્યા સુધીના મતદાન આંકડા (ECI તરફથી) જાહેર
પ્રારંભિક 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયુ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ 23.35 મતદાન જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 16.95 ટકા મતદાન થયું
– અમદાવાદ 16.95
– આણંદ 20.38
– અરવલ્લી 20.83
– બનાસકાંઠા 21.03
– છોટા ઉદેપુર 23.35
– દાહોદ 17.83
– ગાંધીનગર 20.39
– ખેડા 19.63
– મહેસાણા 20.66
– મહીસાગર 17.06
– પંચમહાલ 18.74
– પાટણ 18.18
– સાબરકાંઠા 22.18
– વડોદરા 18.77
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે નારણપુરા કામેશ્વર હોલ ખાતે મતદાન કરવા આવી પહોંચ્યા અને લોકશાહીના પર્વના ભાગીદાર બન્યા.એક તરફ મતદારોમાં ઉત્સાહ તો બીજી તરફ રાજ્યમાં 3 જગ્યાએ ખોટકાયું EVM તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા