L&T, શાપૂરજીને પછાડીને ટાટાએ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો કોન્ટ્રાકટ જીત્યો

HM News
1 Min Read

અમદાવાદ : ભારતના નવા બનનારા ટોચના નોઈડા એરપોર્ટ માટે ટાટાએ લગાવેલ બોલીને એરપોર્ટ ઓથોરિટીએ સ્વીકારી લીધી છે.યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ(YIAPL)એ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ(NIA)બનાવવા માટે ટાટા પ્રોજેક્ટ્સની બિડને સૌથી ઓછી બિડ જાહેર કરી કોન્ટ્રાકટ આપ્યો છે.ટાટા પ્રોજેક્ટ્સ નોઇડા એરપોર્ટનું એન્જિનિયરિંગ,પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન(EPC)કામ હાથ ધરશે.આ પ્રોજેક્ટમાં ટાટાને નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ,રનવે,એરસાઈડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર,રસ્તાઓ,લેન્ડસાઈડ સુવિધાઓ અને અન્ય જરૂરી બિલ્ડિંગોના નિર્માણનું કામ સોંપવામાં આવ્યું છે.રસપ્રદ વાત એ છે કે ટાટા સમૂહની ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીએ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે શાપૂરજી,લાર્સન અને ટુબ્રો જેવી દિગ્ગજ કંપનીઓને પણ પછાડી છે.

નવેમ્બર 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેવર એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો.1334 હેક્ટરમાં ફેલાયેલા એરપોર્ટ પર પ્રથમ તબક્કામાં એક જ રનવે હશે અને તે વાર્ષિક 1.1 કરોડ મુસાફરોને હેન્ડલ કરવા સક્ષમ હશે.એરપોર્ટનો પ્રથમ તબક્કો બે વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે અને એરપોર્ટ 2024 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.આ પ્રોજેક્ટ ઝુરિચ એરપોર્ટ અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે જાહેર-ખાનગી ભાગીદારી(PPP) તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.ઝુરિચ એરપોર્ટ પ્રથમ તબક્કા માટે રૂ.5700 કરોડનું રોકાણ કરી રહ્યું છે અને પ્રોજેક્ટ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી આશરે રૂ.3725 કરોડનું દેવું પણ ઉઘાર લીધું છે.નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટ હશે જ્યાં પરિવારો,વૃદ્ધો અને બિઝનેસ ક્લાસ મુસાફરોને કોન્ટેક્ટલેસ મુસાફરીનો લ્હાવો આપશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *