By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: MLA કિરીટ પટેલનો આક્ષેપ, ગાંધીનગર વર્ગ-3નો કર્મચારી 2000 કરોડની સંપત્તિનો આસામી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > MLA કિરીટ પટેલનો આક્ષેપ, ગાંધીનગર વર્ગ-3નો કર્મચારી 2000 કરોડની સંપત્તિનો આસામી
GandhinagarGeneral

MLA કિરીટ પટેલનો આક્ષેપ, ગાંધીનગર વર્ગ-3નો કર્મચારી 2000 કરોડની સંપત્તિનો આસામી

HM News
Last updated: 20/10/2020 11:49 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યમાં સરકાર ભ્રષ્ટાચાર નહીં હોવાની વાતો કરે છે પરંતુ અવાર નવાર ભ્રષ્ટાચાર કરતાં સરકારી અધિકારીઓ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓના હાથે ઝડપાઈ છે. સરકારી બાબુ લોકોના નાના-નાના કામ કરવા માટે પણ પૈસાની માંગણી કરતા હોવાનું સામે આવે છે.ત્યારે ગાંધીનગરમાં વર્ગ-3નો સરકારી કર્મચારી કરોડો રૂપિયાનો આસામી હોવાનું સામે આવ્યું છે.જિલ્લામાં ફરજ બજાવતો વર્ગ-3નો કર્મચારી 2000 કરોડનો આસામી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને લખેલા પત્રમાં કર્યો છે.ધારાસભ્ય કિરીટ પટેલ આ સરકારી કર્મચારીને એક IPS અધિકારી રક્ષણ આપતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. પત્રમાં વર્ગ-3ના કર્મચારીએ IPS ઓફિસરની મદદથી 100 કરોડની જમીન ખાનગી ડૉક્ટર પાસેથી પચાવી હોવાનો પણ આક્ષેપ થયો છે.
આ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે,ગાંધીનગર કલેક્ટર ઓફિસની અંદર નાયબ મામલતદાર તરીકે કામ કરતો વર્ગ-3નો કર્મચારી આજે ઓન પેપર 2 હજાર કરોડ કરતા પણ વધારેની સંપત્તિ ધરાવે છે. રાજ્ય સરકારે ભૂમાફિયા માટે કડક કાયદાઓ બનાવીને રાજ્યની અંદર ભૂમાફિયાઓ પર કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.વિધાનસભામાં પણ ગૃહ મંત્રી અને અન્ય મંત્રી રાડો પાડી પાડીને આવા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. પરંતુ ગાંધીનગરની અંદર જ એક કર્મચારીઓ છે કે, જે માત્ર એક IPS અધિકારીના ઇશારે જમીનો જપ્ત કરવાની કાર્યવાહી કરે છે.આ અધિકારી જમીનો હડપ કરીને ખોટા દસ્તાવેજો ઊભા કરીને 2 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ સંપત્તિ ઓન પેપર તેને ભેગી કરી છે.આજે મે કલેક્ટરને મળીને લેખિતમાં રજૂઆત કરીને બધી માહિતી માંગી છે. જ્યારે મને આ બાબતે તમામ વિગતો મળશે ત્યારે હું તમામ માહિતી મીડિયા સમક્ષ રજૂ કરીશ.

કિરીટ પટેલે પત્રમાં એવા પણ આક્ષેપો કર્યા છે કે,ગાંધીનગર કલેક્ટર કચેરીમાં વર્ગ-3નો કર્મચારી ફરજ બજાવી રહ્યા છે તેણે ધોરણ 10ની નકલી માર્કશીટના આધારે નોકરી મેળવી છે. વિધાનસભા સત્રમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે,ગાંધીનગરમાં એક વર્ગ-3નો કર્મચારી અને તેની સાથે એક IPS અધિકારી બંને સાથે મળીને તેમના મત વિસ્તારની અંદર લોકોની જમીન પચાવી પાડવા માટેના કામ કરી રહ્યા છે.ધારાસભ્ય કિરીટ પટેલે કલેકટર પાસેથી માહિતી માંગી છે કે,વર્ગ-3ના સરકારી કર્મચારી પાસેથી બે હજાર કરોડની સંપતિ ક્યાંથી આવી.આ સમગ્ર ઘટના પરથી સવાલ એ થાય છે કે,કોંગ્રેસના બે ધારાસભ્યો સરકારી અધિકારી સામે બે હજાર કરોડ કરતા પણ વધારે સંપત્તિ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે ACB દ્વારા કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોઇ સંજોગોમાં CAA અને NRCનો અમલ નહીં થવા દઇએ, પશ્ચિમ બંગાળમાં શાયર મુનવ્વર રાણાની પુત્રીનો હુંકાર
Next Article ભારતીય ચામડા ઉદ્યોગ બેહાલ, 2100 કરોડના વિદેશી ઓર્ડર બાંગ્લાદેશ ખેંચી ગયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up