અવિનાશ જાધવે મુંબ્રાદેવી મંદિરની તળેટીમાં આવેલી કથિત ગેરકાયદે દરગાહ અને અમુક બાંધકામો સામે સત્તાવાળાઓ પાસેથી કાર્યવાહીની માગણી કરી હતી.પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના કાર્યકર અવિનાશ જાધવને મુંબ્રામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે.તેણે મુંબ્રાદેવી મંદિરની તળેટીમાં આવેલી કથિત ગેરકાયદે દરગાહ અને અમુક બાંધકામો સામે સત્તાવાળાઓ પાસેથી કાર્યવાહીની માગણી કરી હતી.એમએનએસના વડા રાજ ઠાકરેએ ૨૨ માર્ચે વિવિધ સ્થળોએ એક ચોક્કસ ધર્મનાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો ઉઠાવ્યા બાદ અવિનાશ જાધવે થાણેના કલેક્ટરને મુંબ્રાની તળેટીમાં આવેલી ગેરકાયદે દરગાહ (મુસ્લિમ સંતની દરગાહ) અને મસ્જિદ દૂર કરવા અપીલ કરી હતી.